— વ્યોસહિતના વિસ્તારમાં લોકોએ ગૌ સમર્થનમાં સજજડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો :
ગરવી તાકાત કાંકરેજ : ગૌચર ખરાબા તળાવ નદી પટ કાંઠા શ્રી સરકાર જમીન વિસ્તારમાં ભૂમાફિયાઓનો કબજો જમાવટ અને કૃષિ અન્ય વાહન વ્યવહારમાંથી ગૌ ગૌવંશ હટાવાતા આજે રાજયમાં મહાનગરોની માંડીને ગામડાઓ સુધી ગૌ ગૌવંશ રખડતું ભટકતું ઉપદ્રવી બન્યું છે જેને અંકુશમાં રાખવા ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દાતાઓના દાન સરકારની ગ્રાન્ટ થકી પ્રયત્ન કરે છે પરંતુ રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવી ગ્રાન્ટ સરકાર દ્વારા નહીં અપાતાં
અને આવા પશુઓ બાબતે રાજય સરકારે કરેલ ઠરાવ પાછો ખેચવા માટે ગૌપાલકો પાંજરાપોળ ગૌશાળાના સંચાલકોએ તા. ૨૧/૯/૨૨ના બંધનું એલાન આપેલ જેમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા, તાણા ગ્રામ પંચાયત સહિતના વિસ્તારમાં લોકોએ ગૌ સમર્થનમાં સજજડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો.આ બંધમાં કોઈ રેલી સરઘસ કરતાં સ્વયંભૂ પોતાના રોજગાર ધંધા બંધ રાખી સરકાર ને સંદેશ આપ્યો હતો કે ગૌ ગૌવંશ હિન્દુસ્તાન નું ગૌરવ છે તેને રખડતું ભટકતું ઉપદ્રવી બનતું અટકાવવા યોગ્ય ગ્રાન્ટ આપો. ગૌચર ખરાબાની ભૂમિ ખુલ્લી કરાવી.. ગૌ ગૌવંશનું જતન થાય તેવા આદેશો કરો.ગઈકાલે તમામ નાના મોટા ધંધાદારીઓએ સ્વેચ્છાએ બંધને ગાંધી ચિધ્યા માર્ગે સમર્થન આપ્યું હતું.