કરણનગર રોડ ઉપર આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ માં મસ્તી માં ગુદાના ભાગે એરકોમ્પ્રસર ની પાઇપ લગાવી દેતાં પરપ્રાંતીય સગીર યુવાનનું મોત

July 15, 2022

— સાથે કામ કરતા યુવાને મસ્તી માં એરકોમ્પ્રેસર ની પાઇપ ગુદામાં લગાવી દેતાં યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો :

— મજાક મસ્તી માં સગીર યુવાન મોત ને ભેટતા પરિવારજનોમાં કકળાટ :

ગરવી તાકાત મહેસાણા : કડીના કરણનગર રોડ ઉપર આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ માં સાથે કામ કરતા યુવાને સગીર યુવકના ગુદાના ભાગે કપડાં ઉપર લાગેલ લાકડાનો વેર સાફ કરવા માટે વપરાતા એર કોમ્પ્રેસર ની પાઇપ લગાવી દેતાં સગીર નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કડી પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ માં વિચિત્ર ઘટના સામે આવી છે. લાકડા નો વેર સાફ કરવા માટે વપરાતી એર કોમ્પ્રેસર ની પાઇપ મજાક મસ્તી માં બીજા યુવાને સગીર ના ગુદાના ભાગે નાખી દેતા સગીર ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો. મજાક મસ્તી સગીર ના મોત નું કારણ બની હતી. મૂળ ઉ. પ્ર. નો રહેવાસી સગીર છેલ્લા કેટલાક સમય થી તેના સંબંધીઓ સાથે આલોક ઇન્ડસ્ટ્રીઝ માં નોકરી કરતો હતો. બુધવારે બપોરના સમયે જમવાની રિસેસ પડતાં બધા માણસો જમવા જતા હતા ત્યારે સગીર અને અન્ય ઇસમ તેમના કપડા ઉપર લાગેલ લાકડાનો વેર સાફ કરવા એર કોમ્પ્રેસર પાસે ગયા હતા.
એર કોમ્પ્રેસર ની હવાથી કપડાં ઉપર લાગેલ લાકડાનો વેર સાફ કરતા સમયે મસ્તી માં અન્ય યુવાન કુલદીપ ચમાર નામના ઇસમ દ્વારા સગીર ના ગુદાના ભાગે એર ની પાઇપ લગાવી દેતાં તે બેભાન થઈ મૃત્યુ પામ્યો હતો. સગીર બેભાન થઇ જતા તેણે અન્ય માણસોને બોલાવી સગીર ને કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં લાવવામાં આવતા હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરતા કુંડાળ ખાતે આવેલ હોસ્પિટલમાં તેનું પી.એમ.કરાવવામાં આવ્યું હતું.કડી પોલીસ ને જાણ કરતા કડી પોલીસે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

— સગીર વયના યુવાન ને નોકરીએ રાખેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ ના માલિક સામે ગુનો નોંધવા લોકોની માંગણી :

કરણનગર ગામ પાસે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝ માં મજાક મસ્તીમાં અન્ય યુવાને સગીર યુવાનના ગુદાના ભાગે એર કોમ્પ્રેસર ની હવા ની પાઇપ લગાવી દેતાં સગીર નું મોત નીપજ્યું હતું જેમાં કડી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આલોક ઇન્ડસ્ટ્રીઝ ના માલિક સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ ના માલિક દ્વારા તેમના અંગત આર્થિક ફાયદા માટે સગીર વયના યુવાનને કામ ઉપર રાખી બાળ મજૂર અધિનિયમ ના કાયદાનો ભંગ કર્યો છે. માલિકે સગીર વયના યુવાનને નોકરી ઉપર ના રાખ્યો હોત તો તે હાલ જીવિત હોત તેવી જાગૃત નાગરિકો નું માનવું છે. જેથી કંપની માલિક સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0