ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ વર્ષો જૂની પેઢીમાં નકલી કલર વેચવાનું ખુલી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
મચી જવા પામ્યો હતો કડી શહેરમાં આવેલ મેં. પ્રહલાદભાઈ છનાભાઈ પટેલ નામની પેઢીમાં નેરોલેક કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ દ્વારા રેડ કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી
કડી શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ મેં.પ્રહલાદભાઈ છનાભાઈ પટેલ નામની હાર્ડવેર ની દુકાન આવેલી છે જેમાં નકલી કલર વેચાવવાની માહિતી નેરોલેટ કંપનીના અધિકારીઓને મળી હતી જેના આધારે કંપનીના લીગલ સેલ આર. કે એસોસિએટ હેડ રચના કપૂર અને અમિતભાઈ છેલ્લા ત્રણ દિવસથી કડીમાં સર્ચ કરી રહ્યા હતા અને કડી ગાંધી ચોક વિસ્તારમાં
આવેલ મેં. પ્રહલાદભાઈ છનાલાલ પટેલ હાર્ડવેર ની દુકાનમાં ડમી ગ્રાહક બનીને કંપનીના અધિકારીઓ દ્વારા નેરોલેટ કંપની નો કલર લેવાનો છે તેમ કહીને કલરનો ઓર્ડર આપવામાં આવ્યો હતો
આવેલ મેં. પ્રહલાદભાઈ છનાલાલ પટેલ હાર્ડવેર ની દુકાનમાં ડમી ગ્રાહક બનીને કંપનીના અધિકારીઓ દ્વારા નેરોલેટ કંપની નો કલર લેવાનો છે તેમ કહીને કલરનો ઓર્ડર આપવામાં આવ્યો હતોકડી ગાંધી ચોક વિસ્તારમાં આવેલ હાર્ડવેર ની દુકાનમાં કંપનીના અધિકારીઓ દ્વારા ડમી ગ્રાહક બનીને એક લાખથી પણ વધુનો કલર લેવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો કંપનીના અધિકારીઓ કલર લેવા હાર્ડવેરની દુકાનમાં પહોંચ્યા તો હાર્ડવેરના માલિકે નેરોલેટ કંપનીનો નકલી કલર પધરાવી દીધો હતો જ્યાં નેરોલેક કંપનીના અધિકારીઓના હાથે રંગે હાથ ઝડપાઈ ચુક્યા હતા અને કંપનીના અધિકારીઓ દ્વારા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નેરોલેટ કંપનીના નામે નકલી કલર વેચવાનું કૌભાંડ ખુલી ગયું હતું અને નેરોલેટ કંપનીના નકલી 20 લીટર ના 38 બેકેટ જેની કિંમત રૂપિયા 1,64,357/ નો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો જ્યાં કડી પોલીસ દ્વારા મેં. પ્રહલાદભાઈ છનાલાલ પટેલ નામની હાર્ડવેર ની દુકાનના માલિક સહિત કુલ 4 ઈસમો વિરુદ્ધ કડી પોલીસે ફરિયાદને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


