સરીયદ કુમાર પ્રાથમિક શાળા માં શિક્ષકોની ઘટ ના કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર

June 24, 2022

— એક શિક્ષક રિટાયર્ડ થયેલ છે.અને એક શિક્ષક વિદ્યા સમીક્ષા કેન્દ્ર ની કામગીરી માં ગાંધીનગર મા..ગ્રામજનો :

ગરવી તાકાત પાટણ : ગુજરાત સરકાર દ્વારા ગામડા ના બાળકો ને સારું અને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તો બીજી બાજુ ગામડાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકો ની ઘટ નો પણ એક પ્રશ્ન ઉભો થયો છે
શિક્ષકોની વર્ગખંડમાં ઘટ હોવા ના કારણે શાળાએ આવતા બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું ન હોવાની રાવ પણ લોકોમાં ઊઠી છે.ત્યારે પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકાના સરીયદ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ધોરણ માં શિક્ષકોની 5 જગ્યા છે.
તેમાંથી 3 જગ્યાો ભરાયેલી છે. અને એક શિક્ષક 10 મહિના પહેલા સરીયદ કુમાર પ્રાથમિક શાળા માંથી રિટાયર થયેલા છે.જ્યારે એક જગ્યા ખાલી છે.તે જગ્યા ના શિક્ષક ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ની કામગીરી માં છે.
આમ આ 2 જગ્યા સરીયદ કુમાર પ્રાથમિક શાળામાં ખાલી છે.આ 2 જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષકોની ઘટ પડી રહી છે.આ ઘટના કારણે ફરિયાદ કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પુરતુ  શિક્ષણ મળતું ન હોવાની વાલીઓ બાળકોને શિક્ષણ ન મળવાની ફરીયાદ કરી રહ્યા છે.
હાલમાં સરીયદ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ માં કુલ ૧૮૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.શિક્ષકો ની ઘટ વહેલી પૂરી થાય અને બાળકો ને  શાળા મા શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળે તેવી સરકાર પાસે ગ્રામજનોની માંગણી છે.
તસવિર અને અહેવાલ  : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0