રજની પટેલને ટિકીટ ન ફાળવાય તો સંગઠનના તમામ હોદ્દેદારોના રાજીનામાની શક્યતા

શેર કરવા અહીં ક્લિક કરો.

— રજનીભાઇ પટેલની સેન્સ લીધા વિના બહુચરાજીમાં અન્ય ઉમેદવારને ટિકીટ ફાળવી દેવાતાં સંગઠનમાં ઉકળતાં ચરૂ જેવો માહોલ :

ગરવી તાકાત મહેસાણા :  બહુચરાજીમાં રજનીભાઇ પટેલને ટિકીટની ફાળવણી ન કરવામાં આવતાં તેમના સ્થાને સુખાજી ઠાકોરના નામની પસંદગી કરવામાં આવતાં રજનીભાઇ પટેલ સહિત ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે નારાજગી પ્રસરી છે જેને લઇને રજનીભાઇ પટેલ પોતાના સમર્થકો સાથે આજે ગુરુવારે સાથે કમલમ ખાતે રજૂઆત કરવા પહોંચ્યાં હતા અને જાે રજનીભાઇ પટેલને ટિકીટ નહી અપાય તો સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો રાજીનામા પણ આપી શકે છે.

આજે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લાની સાત બેઠકો પૈકી ખેરાલુને બાદ કરતાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે બહુચરાજી અથવા મહેસાણાની બેઠક પર રજની પટેલનું નામ ૧૦૦ ટકા ફાઇનલ માનવમાં આવી રહ્યું હતું તો સાથે સાથે ભાજપના મહામંત્રી રજની પટેલને પણ પાર્ટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે તેઓને મહેસાણા અથવા બહુચરાજી ખાતેથી ટિકીટ આપવામાં આવશે પરંતુ ભાજપે બાજી ફેરવી તોડી અને મહેસાણા જિલ્લાની બેઠક પર જાહેર કરેલા નામો પૈકી રજની પટેલને ના મહેસાણામાં ટિકીટ ફાળવી કે ના બહુચરાજીમાં જેને પગલે રજની પટેલ સહિત તેમના સમર્થકો અને સંગઠનના કાર્યકરોમાં ઉકળતાં ચરૂ જેવો માહોલ સર્જાયો છે.

સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરોમાં નારાજગી સાથે રજની પટેલને સેન્સ લીધા સિવાય બહુચરાજીમાં કેમ ટિકિટ ફાળવીના મુદ્દે બહુચરાજી ભાજપમાં ભડકો થયો છે. આ બાબતે બહુચરાજી તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો કમલમ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જાે રજની પટેલને ટિકીટ નહી આપવામાં આવે તો ૩૦૦ કરતાં વધુ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો રાજીનામા આપી શકે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.

નોંધનીય છે કે, ભાજપ દ્વારા બહુચરાજીમાં ડો. સુખાજી ઠાકોરને ટિકીટ ફાળવવાનું પાછળ વોટબેંકના સમીકરણને ધ્યાનમાં લેવામાં આવતાં સુખાજીની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બહુચરાજી તાલુકાની આસપાસના ગામડાઓમાં મોટા પ્રમાણમાં ક્ષત્રિય ઠાકોર અને દરબાર સમાજની મોટી વોટબેંક છે. ગત ૨૦૧૭ની ચૂંટણીમાં પણ બહુચરાજી બેઠક પરથી કોંગ્રેસમાંથી ભરત ઠાકોરે વિજયી બન્યાં હતા. આ તમામ રાજકિય પાસાઓને ધ્યાનમાં લેતાં ભાજપે ડો. સુખાજી ઠાકોરના નામની પસંદગી કરી હોય તેવું માનવામાં આવે છે પરંતુ જાે રજની પટેલ દ્વારા પોતાને ટિકીટ નહી ફાળવવા મુદ્દે જાે વિરોધ કરવામાં આવશે તો બહુચરાજી બેઠક પર ભાજપને ચૂંટણી જીતવી કમઠાણ બની રહેશે અને સ્થાનિક ભાજપના આગેવાન કાર્યકરોના સાથ સહકારનો પણ અભાવ વર્તાઇ શકે છે. ત્યારે હવે જાેવું રહ્યું કે બહુચરાજી ભાજપમાં થયેલા આ ભડકો વધુ ભડકે બળે છે કે પછી શમી જાય છે તે આગામી મતદાનના સમયે જાેવા મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.