બેન્ક કર્મચારીની ઓળખ આપી ગઠીયાએ યુવાનના ખાતામાંથી 79 હજાર ઉપાડી લીધા

January 19, 2022

— કાર્ડ બંધ થઈ જશે તેવી ચીમકી આપીને ઓટીપી નંબર મેળવી છેતરપીંડી આચરીઃસાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૃ

 હાલમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતાં યુવાનને મોબાઈલ ઉપર બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડની વિગતો મેળવી લીધી હતી અને કાર્ડ બંધ થઈ જશે તવી ચીમકી આપીને આવેલો ઓટીપી નંબર માંગ્યો હતો. ત્યારબાદ યુવાનના ખાતામાંથી  ૭૯૯૯૫ રૃપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી આ મામલે સાયબર ક્રાઈમમાં તજવીજ શરૃ કરી છે.

રાજયમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લો પણ તેમાં બાકાત નથી. બેન્ક કર્મચારીના નામે અથવા તો અન્ય કોઈ લોભામણી લાલચો આપીને અવારનવાર ગઠીયાઓ લોકોના ખાતામાંથી રૃપિયા ઉપાડી લેતાં હોય છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણમાં રહેતાં અને ખાનગી વ્યવસાય કરતાં યુવાનને પણ આ પ્રકારના સાયબર ગઠીયાઓનો ભેટો થઈ ગયો હતો.

ગઈકાલે યુવાનને મોબાઈલ ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ યુવાનના ક્રેડીટ કાર્ડ બંધ થઈ જશે તેમ કહી તેનો નંબર મેળવીને તેના મોબાઈલ ઉપર એક ઓટીપી મોકલ્યો હતો અને તે નંબરના આધારે યુવાનના ખાતામાંથી ૭૯૯૯૫ રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી થોડા સમય પછી આ યુવાનને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ મામલે  સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી. જેથી પોલીસે ગુનો દાખલ કરવા માટેની તજવીજ શરૃ કરી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં અવારનવાર આ પ્રકારની ચોરીની ઘટનાઓ બનતી જ રહે છે અને પોલીસમાં ફરીયાદો પણ નોંધાતી રહે છે પરંતુ હજુ સુધી સાયબર ગઠીયાઓ પોલીસના હાથ આવ્યા નથી. પરપ્રાંતમાં બેસીને નાગરિકોની વિગતો મેળવી છેતરપીંડી કરતી આ ગેંગને પકડવા માટે પોલીસ ભવનમાંથી મોટો સેલ બનાવવાની જરૃર છે

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0