ગુજરાતના IAS-IPS નો શેરબજાર-પ્રોપર્ટીમાં કરોડોના કરેલા રોકાણનો થયો ખુલાસો

April 15, 2023

રાજ્યના 87 IAS અધિકારી કરોડપતિ જ્યારે 65 અધિકારી પાસે કોઈ મિલકત નથી

ગુજરાતના લગભગ 90% IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ તેમના સંબંધીઓ અને મિત્રોનાં નામે બનાવેલાં ડિમેટ એકાઉન્ટ દ્વારા શેર્સમાં મોટેપાયે રોકાણ 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 15 – સરકારી વિભાગમાં વિવિધ હોદ્દાઓ પર બેસતા ગુજરાતના બ્યૂરોક્રેટ્સ હવે કરોડપતિની હરોળમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના લગભગ ગુજરાતના IAS-IPSનું શેરબજારમાં 7500 કરોડ છે. તો રિયલ એસ્ટેટ માર્કેટમાં 15000 કરોડનું રોકાણ ધરાવે છે. ગુજરાતના લગભગ 90% IAS, IPS અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓ તેમના સંબંધીઓ અને મિત્રોનાં નામે બનાવેલાં ડિમેટ એકાઉન્ટ દ્વારા શેર્સમાં મોટેપાયે રોકાણ કરી ચૂક્યા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ કરાયો છે કે, આઇએએસ, આઇપીએસ અને અન્ય સનદી અધિકારીઓએ શેરબજાર કે અન્યત્ર કરાયેલા રોકાણની માહિતી સરકારને આપવી પડશે. ત્યારે સામે આવ્યું કે, રાજ્યના 87 IAS અધિકારી કરોડપતિ છે. જેમણે મકાનો અને જમીનોમાં મોટેપાયે કરોડોનું રોકાણ કર્યું છે. પરંતું 65 અધિકારી પાસે કોઈ મિલકત નથી.  આઈએએસ આઈપીએસના રોકાણની વાત કરીએ તો, તેમાં મહારાષ્ટ્ર મોકરે છે. આ રાજ્યમાં સૌથી વધુ ઉચ્ચ અધિકારીઓનું રોકાણ છે. જે અંદાજે 50000 કરોડ જેટલું હોવાનું કહેવાય છે. તો દિલ્હી બીજા ક્રમે, કર્ણાટક ત્રીજા ક્રમે અને ગુજરાત ચોથા ક્રમે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાંથી 910 કરોડ IASના, IPSના 83 કરોડ, મંત્રીઓના 76 કરોડનું રોકાણ હોવાનું ચર્ચાય છે. ગુજરાતના આઈએએસ અને આઈપીએસ દિવસને દિવસે અમીરોની કેટેગરીમાં સ્થાન પામી રહ્યાં છે. ગુજરાતના આઈએએસ અને આઈપીએસ વિદેશમાં મોટું રોકાણ કરી રહ્યાં છે, જે બતાવે છે કે બ્યૂરોક્રેટ્સ લોબી આર્થિક રીતે શક્તિશાળી બની રહી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0