પાટણ પાલિકાના પ્રશ્નોના ઉકેલ માટે હું તમારી સાથે ગાંધીનગર આવવા તૈયાર છું : ડો. રાજુલબેન દેસાઇ

December 18, 2022
  • પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાલિકાના સભ્યો સાથે ડો. રાજુલબેન દેસાઇએ બેઠક યોજી
  • પાટણના વિકાસને વધુ વેગવંતો બનાવવા સૌને સંપીને કામગીરી કરવી પડશે
  • પાટણ પાલિકાના સભ્યોના પ્રશ્નો સાંભળી ઉકેલ લાવવાની ખાત્રી આપી

ગરવી તાકાત, મહેસાણા –  પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતાં ડો. રાજુલબેન દેસાઇ પાટણ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા તેમજ ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં પ્રશ્નોના ઉકેલ માટે પાલિકાના સભ્યો અને આગેવાનોને જણાવ્યું હતું  કે હું તમારી સાથે ગાંધીનગર આવવાં તૈયાર છું જ્યાં પાટણ પાલિકાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી પાટણના  વિકાસગાથા વધુ વેગવંતી બનાવવાના પ્રયાસ કરીશું તેમ સંબોધન કરતાં પાટણ પાટણ પાલિકાના ૩૯ સભ્યો સાથે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી જ્યાં ડો. રાજુલબેન દેસાઇએ સૌને એક સંપ થઇને પાલિકાના વિકાસ કાર્યોને આગળ ધપાવવા કામે લાગી જવાના સૂચનો આપ્યાં હતા.

વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો અને આગેવાનો સાથે કર્યા બાદ આગળની રણનિતી નિશ્ચિત કરવા તેમજ પાટણના વિકાસકાર્યોને વધુ વેગવંતો બનાવવા ડો. રાજુલબેન દેસાઇ પાટણ પાલિકાના સભ્યો સાથે બેઠક યોજી અને આ બેઠકમાં બધા જ પાલિકાના સભ્યોને પાલિકાનો વહીવટ સૌને સંપીને કરવાની શીખ આપી હતી. અને કહ્યું હતું જાે વહીવટ એ પ્રકાસે સુચારુ નહી થાય તો અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે ભવિષ્યમાં પણ થઇ શકે છે.

રાજુલબેન દેસાઇએ સભ્યો સાથે તેઓને જે પણ સમસ્યા કે વિકાસના કામોમાં કોઇ અડચણ હોય તો તેઓ પોતે તેમની સાથે ગાંધીનગર આવી તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે સભ્યો પાટણ પાલિકામાં દિન પ્રતિદિન ઘટી રહેલા સ્ટાફના કારણે વહીવટીય કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો અન્યો સભ્યોએ પણ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0