હું હિંદુ છું પણ ખતરામાં નથી કારણ કે હું ભાજપનો નહીં પણ ભારતનો હિંદુ છું – દિગ્વિજય સિંહના ભાજપ પર પ્રહાર

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક પછી એક ટિ્‌વટ કરીને તેમણે હિંદુ અને હિંદુત્વને લઈને ચાલી રહેલી ચર્ચા પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ પણ હિંદુ છે પરંતુ તેઓ કોઈ જાેખમમાં નથી.
સાવરકર મુદ્દે ભાજપ પર સતત પ્રહારો કરી રહેલા દિગ્વિજય સિંહે આ વખતે વડાપ્રધાન મોદી પર સીધું નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતાએ હિંદુથી લઈને મોદીના ચૂંટણી નારા પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. દિગ્વિજય સિંહે ટ્‌વીટ કરી કહ્યું- ‘હું પણ હિંદુ છું પણ ખતરામાં નથી કારણ કે હું ભાજપનો નહીં પણ ભારતનો હિંદુ છું’.

આ પછી, બીજા એક ટિ્‌વટમાં, તેમણે ઁમોદીના ૨૦૧૪ ના ચૂંટણી નારા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હિન્દુ માટે હર હર મહાદેવ અને હિન્દુત્વ માટે હર હર મોદી છે. દિગ્વિજય સિંહે કહ્યું- “દેશનું દુર્ભાગ્ય એ જ દિવસે શરૂ થઈ ગયુ હતું જ્યારે હર-હર-મહાદેવની જગ્યાએ હર-હર મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. હિંદુ અને હિંદુત્વ વચ્ચેનો તફાવત હિન્દુ– હર હર મહાદેવ અને હિંદુત્વ – હર હર મોદી”.

ખરેખર આ સમયે દેશમાં હિંદુ વિરુદ્ધ હિંદુત્વની ચર્ચા ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ બંને વચ્ચે મોટો તફાવત બતાવી રહી છે. ત્યાં જ ભાજપ અને સંઘ બંનેને સમાન કહી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તે હિન્દુ વિચારધારાને અનુસરે છે, જ્યારે ભાજપ હિન્દુત્વ દ્વારા દેશમાં નફરત ફેલાવી રહી છે

.અગાઉ પણ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હિંદુત્વનું હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસના નેતાએ વીર સાવરકર વિશે કહ્યું હતું કે સાવરકરે તેમના પુસ્તકમાં કહ્યું હતું કે હિંદુ ધર્મને હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ક્યારેય ગાયને ‘માતા’ માનતા નહોતા અને ગાયનું માંસ ખાવામાં કોઈ સમસ્યા નહોતી.દિગ્વિજય સિંહના આ નિવેદનો પર ભાજપે જાેરદાર જવાબ આપી તેમની ટીકા કરી.

(ન્યુજ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.