આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

March 19, 2022

— આરોપીઓએ આઈફોન 15000 રૂપિયામાં આપવાના નામે ઘણા લોકો સાથે ઠગાઇ કરી છે. જો કે ગ્રામજનો આ મુદ્દે કાઈ વધુ બોલવા તૈયાર નથી

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના આખજ ગામના પુત્ર નીલ પટેલ અને પિતા ગોરધન પટેલે લોકોને સસ્તા આઇ ફોન આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી હોવાની સમગ્ર દેશમાં 20 જેટલી ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી મુજબ આરોપી- નીલ પટેલ, તેના પિતા- ગોરધન પટેલએ મળીને 200થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે. હૈદરાબાદ પોલીસે  ગોરધન પટેલની અમદાવાદ એરપોર્ટ  પરથી લૂક આઉટ સર્ક્યુલરના આધારે ધરપકડ પણ કરી છે.

મહેસાણાના આખજના વતની ગોરધનભાઇનો ગામમાં રૂપિયા બે કરોડનો આલીશાન બંગલો ધરાવે છે. ગોરધન પટેલ થોડા સમય યુગાન્ડામાં ધંધા અર્થે સ્થાયી થયા હતા. આરોપીઓએ આઈફોન 15000 રૂપિયામાં આપવાના નામે ઘણા લોકો સાથે ઠગાઇ કરી છે. જો કે ગ્રામજનો આ મુદ્દે કાઈ વધુ બોલવા તૈયાર નથી.

મળતી માહિતી મુજબ જે લોકો સાથે નીલ પટેલે ઠગાઈ કરી એ લોકો આખજ ગામમાં થોડા સમય પહેલા જ રહેવા આવ્યા હતા. ત્યારે ગોરધન પટેલે આ લોકોને ધીમે ધીમે પૈસા પરત આપવાની વાતો કરી હતી. પણ બાદમાં ગોરધન પટેલ પણ રફૂ ચક્કર થઈ ગયા હતા.

જો કે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આખજના સરપંચનું નિવેદન પણ સામે આવ્યુ છે. આખજના સરપંચે કહ્યું કે ગ્રામજનો સાથે પિતા-પુત્રએ ક્યારેય કોઈ ઠગાઈ કરી નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0