મહેસાણામાં ઓસ્ટ્રેલિયન સિટીઝનને વતન પ્રેમ ભારત ખેંચી લાવ્યો, 18 બાળકોને દત્તક લઈને બદલી રહ્યા છે તેમનું જીવન

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા પોલીસ હેડક્વાર્ટરની સરકારી પ્રાથમિક શાળાના કુલ 18 ગરીબો બાળકોને ઓસ્ટ્રેલિયન સીટીઝન મેહુલ પટેલે દત્તક લઈ ગરીબ બાળકોના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવી લીધો છે.

ગરવી તાકાત મહેસાણા : ગુજરાતીમાં એક કહેવત એવી છે કે, ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે તો, અનેક દ્વાર ખોલી દે છે. તમે આ વાત તો જાણતા જ હશો કે ભારતમાં ઘણા બાળકો અનાથ છે, અને તેની દેખ રેખ કરવા વાળું કોઈ નથી. તેવામાં ઘણા લોકો અનાથ બાળકોને દત્તક લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે આ અનાથ બાળકોને તેઓ દત્તક લે છે જેમને પોતાના બાળકો કોઈ કારણસર નથી થઇ શકતા. પરંતુ આજે અમે તમને મહેસાણામાં ઓસ્ટ્રેલિયન સિટીઝને 18 ગરીબ બાળકો દત્તક લઈને તેમના અભ્યાસથી માંડીને તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના વતની અને ઓસ્ટ્રેલિયન સીટીઝન ધરાવતા મેહુલ પટેલને તેમનો વતન પ્રેમ ભારતમાં પરત ખેંચી લાવ્યો છે. વ્યવસાયે ચાર્ટડ એકાઉટન્ટ મેહુલ પટેલ એ વતન મહેસાણા આવતાની સાથે અનેક સામાજિક સેવાકીય પ્રવૃતિઓ કરી છે, પણ ગરીબ બાળકોની કારકિર્દી બનાવવાનો તેમણે નિર્ધાર કર્યો છે. આથી તેમણે સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને માતા પિતાની કોરોનામાં છત્રછાયા ગુમાવનાર ગરીબ બાળકોને દત્તક લીધા છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર છેલ્લાં 5 વર્ષમાં કુલ 19,781 બાળકો દત્તક લેવાયાં છે. જે પૈકી વર્ષ 2014-15માં 4362, 2015-16માં 3677, 2016-17માં 3788, 2017-18માં 3927 અને વર્ષ 2018-19માં 4027 બાળકો દત્તક લેવાયાં હતાં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.