ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી.એસ.એ.સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કે.કે.શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી .એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ થરા અને શ્રી જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ થરાના સંયુક્ત ઉપક્રમે ICT ના સહયોગથી એડોલેશન્સ હેલ્થ અને એચ.આઈ.વી એઇડ્સ જાગૃતિ કાર્યક્રમ કોલેજના C.W.D.C વિભાગ દ્વારા તા ૦૮/૧૦/૨૦૨૨ના
રોજ કોલેજ આચાર્યશ્રી ડૉ.ડી.એસ.ચારણના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.

કાર્યક્ર્મના પ્રારંભે ઉપસ્થિત વક્તાશ્રીઓનું પુષ્પગુચ્છ અને શબ્દપુષ્પ દ્વારા આવકારી,વિષય અંતર્ગત વિદ્યાર્થીઓને તરુણાવસ્થામાં થતાં શારીરિક,માનસિક ફેરફારો એચ.આઈ.વી એઇડ્સ જાગૃતતા લાવવા માટે પ્રેરક માર્ગદર્શન આપેલ.આ પ્રસંગે ઉપસ્થિત વક્તાશ્રી સી.એચ.સી થરાના આઈ.સી.ટી.સી લેબ ટેકનિશિયન ઠક્કર જુહીબેન સુરેશભાઇએ વિદ્યાર્થી ભાઈ-બહેનોને આરોગ્યલક્ષી તેમજ એચ.આઈ.વી એઇડ્સ અંગે તબીબી ભાષામાં સમજાવી આ ગંભીર રોગને લગતી સારવાર અંગે
મહત્વપૂર્ણ માર્ગદર્શન આપેલ. તથા આઈ.સી.ટી.સી કાઉન્સેલર નયનાબેન પી.પરમાર, લિંક વર્કર વિક્રમભાઈ એમ. પરમારે વિષય અંતર્ગત એચ.આઈ.વી એઇડ્સ રોગ અટકાવવા કેવા પગલાં ભરવા તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન C.W.D.C સેલના પ્રા. ઝીલબેન શાહે કરેલ.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ