ગુજરાત રાજ્યના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા થયેલ જળ સંરક્ષણના કાર્યોની 4 માર્ચના રોજ શુભેચ્છા મુલાકાતે પધારશે..

March 1, 2025

1         કાલાવડ રોડ પર હીરાબા સરોવરની મુલાકાત

2         નવા બનનાર ચેકડેમનું ખાતમુર્હુત કરશે

  3      પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોઉદ્યોગપતિઓદાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને  જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું                 મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશે.

4        ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લામાં  ૨૫૦ થી વધુ ચેકડેમો તથા ૧૫૦ થી વધુ  રીચાર્જ બોર કરેલ છે.

5         ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો દૃઢ સંકલ્પ.

6        “પાણીનું એક એક ટીપું કીમતી છે, કારણકે તે દરેક ટીપામાં એક જીંદગી છે”   ‘ જલ હૈ તો કલ હૈ.’

વૈશ્વિક સ્તરે જળપશુ-પક્ષીજીવજંતુ અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલાવડ રોડકટારીયા ચોકડી પાસેરાજકોટ ખાતે બનાવવામાં આવનાર ચેકડેમનું તા. ૦૪ માર્ચમંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરશે તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ કાલાવડ રોડકોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોઉદ્યોગપતિઓદાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપશે. રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત ભરમાં ભ્રમણ કરીને અત્યાર સુધીમાં  લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી અને ખેડૂતોને તે તરફ વાળ્યા છે. જેથી સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા સાથે ખેડૂતોની આવકમાં વધારો અને ભારત દેશની આર્થિક સમૃધ્ધિમાં વધારો થઈ રહયો છે. આ જ રીતે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા જે વરસાદી અમૃત સમાન શુધ્ધ પાણી દરીયામાં જતું રોકાઈ તેના માટે પાણી બચાવો ની જે ઝુંબેશ ઉઠાવેલ છે, તેને વધુ પ્રોત્સાહન મળે. તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરેલ છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાંતુટેલા છે તે રીપેર,ઉડાઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે, અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ . ઘણા ડેમોમાં કાંપ ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે. કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને તે ફળદ્રુપ માટી ચેકડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે, અને ડેમમાં પાણીની ક્ષમતા વધારવામાં આવે છે, અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે, જે ચેકડેમોને દાતાઓના સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રીપેર કરવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૫૦ થી વધુ ચેકડેમોનું કામ પૂર્ણ કરેલ છે, જેમાંથી અમુક ડેમો રીપેર કરવાઉંચા કરવા અને ઊંડા કરવામાં આવેલ છે, અને બાલાજી વેફર્સ ના વિરાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર  માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના નામનું હિરાબા સરોવર‘ આજે પણ ઓવરફલો થઈ રહયું છે, તથા કાલાવડ રોડ પર તેમજ રાજકોટ શહેરમાં રૈયા રોડ થી નાનામવા વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૧ થી વધુ વિશાળ ચેકડેમો બનાવવામાં આવેલ છે. આ રીતે રાજકોટ શહેરમાં વરસાદી પાણી બચાવવા માટે કૂવા તથા બોર રીચાર્જ કરવા જોઈએ. અને આવા ખુલ્લી જગ્યામાં વધુ ચેકડેમો બને તો પાણી પ્રશ્ન સરળ બને.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર—ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી ૨૫૦ ચેકડેમ તથા ૧૨૫ જેટલા રીચાર્જ બોર થઈ ગયેલ છે. તેમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ ની શાળાઓમાં જીનીયસ સ્કૂલ, ગાર્ડી કોલેજ, મોદી સ્કૂલ, નેસ્ટ સ્કૂલ, માસુમ સ્કૂલ તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં એસો. તરફથી જેતપુર, શાપર, મેટોડા, વાવડી, પડધરી ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અનેક રીચાર્જ બોર કરવામાં આવેલ છે.  હાલના સમયમાં બેંગ્લોર અને દિલ્લી જેવી પરિસ્થિતિ ઉભી ન થાય અને લોકો વરસાદી શુધ્ધ પાણીનું મહત્વ સમજી અને પોતાના જન્મદિવસેલગ્નદિવસે કે પરીવારના કોઈ સ્વજનોની  પુણ્યતિથિ  તેમજ પોતાના ઘરે આવતા દરેક પ્રસંગો કાયમી યાદગાર બનાવવા માટે પોતાના વતનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ચેકડેમ બનાવીને વર્ષો ના વર્ષો સુધી  સૃષ્ટિ પરના સર્વે જીવોની રક્ષા કરી શકે છે. વર્ષો પહેલા નદી અને તળાવોમાં પાણી હોવાથી ત્યાં આજુબાજુમાં વૃક્ષોથી ભરપૂર પ્રકૃતિ ખીલી ઉઠતી હતી તેથી દરેક પશુ–પક્ષી, જીવ-જંતુ ઓને પીવાના પાણી અને ખોરાક સાથે રહેણાંક મળી રહેતુ હતું. અત્યારના સમયમાં પાણી બોરમાં ખુબજ ઊંડે  અને બોટલમાં પેક હોવાથી સંપૂર્ણ પ્રકૃતિનો નાશ થઈ રહયો છે, તેનાથી સૃષ્ટિ પરના અનેક જીવોનો પાણીના અભાવે નાશ થઈ રહયો છે, અને સર્વે જીવો સાથે માનવ પણ રોગીષ્ટ બનતો ગયો છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા અનેક દાતાશ્રીઓ અને ખેડૂતો દ્વારા સ્વયં જાગૃતિ અભિયાનમાં જોડાઈને પોતાના ગામમાં જેમકે, કાલાવડ તાલુકા ના વરણા ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત રહેતા ઉદ્યોગપતિ અને દાતા દ્વારા 3 ચેકડેમોનો જીર્ણોધ્ધાર કરેલ છે. જેના થકી વરસાદી પાણી સ્ટોરેજ થવાથી ખેડૂતો વર્ષ દરમ્યાન ત્રણ પાક ઉત્પાદક લઈ શકે છે.  આજ રીતે PGVCL ના નિવૃત અધિકારી ગોપાલભાઈ બાલધા ની નિવૃતિમાં મિત્ર સર્કલ તરફથી પડધરી તાલુકાના રોજીયા ગામે ઉંડ નદી પર વિશાળ ચેકડેમ બનાવવામાં આવ્યો, જે પહેલા જ વરસાદમાં ઓવરફલો થયેલ આજે પણ પાણીનો જથ્થો વિશાળ પ્રમાણમાં ભરેલો છે, અને બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રાજકોટના ઉદ્યોગપતિ દાતાશ્રી ગૌ-ભકત ભરતભાઈ પરસાણા ના આર્થિક સહયોગથી  વર્ષો જૂની પથ્થરની પાંચ ખાણો મર્જ કરવામાં આવી અને કેનાલ બનાવીને ઉપરવાસ ડેમનું પાણી આ ખાણોમાં વરસાદી પાણી આવે તેવી વ્યવસ્થા કરી જેનાથી ૮૦૦ થી ૧૦૦૦ ફૂટે ખરાબ પાણી હતા તે હવે ૫૦,૬૦ ફૂટે મીઠા પાણી થવાથી અનેક ખેડૂતોને ખુબજ ફાયદો થઈ રહયો છે. આ રીતે ગોંડલ તાલુકાના નાના સખપુર ગામના રાજકોટ શહેરમાં વસતા ઉદ્યોગપતિઓ દ્વારા અમદાવાદ, સુરતના વેપારીઓને મળીને ગામની અંદર ગોંડલના ગણેશભાઈ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરી ને ફંડ મેળવીને ગામના પાદરમાં  ભવ્ય ચેકડેમનું નિર્માણ કરેલ. અમરેલી જિલ્લાના દેવગામમાં અરવિંદભાઈ લાવડીયા દ્વારા ગામના લોકોના સહકારથી ત્રણ ડેમો ઊંડા કરવામાં આવેલ જેનાથી વિશાળ પાણીનો જથ્થો તો સમાય જ પણ ખેડૂતોની જમીન ખુબજ ફળદ્રુપ થવાથી પાક ઉત્પાદનમાં ખુબ ફાયદો થઈ રહયો છે, અમરેલી જીલ્લાનું બાંભણીયા ગામે સરપંચશ્રી દ્વારા ગામના લોકો સાથે રહી અમદાવાદના વેપારીઓ ને સાથે રાખી વર્ષો જુનો તૂટેલો ડેમ રીપેર કરી ઊંચો ઉપાડીને વિશાળ  ડેમ બનાવવામાં આવેલ છે. આજ રીતે પાલિતાણા ના તોડી ગામે વિપશ્યના વાળા  રાજુભાઈ મહેતા અને તેના મિત્ર દુર્ગેશભાઈ શાહ, ભરતભાઈ મેહતા ના આર્થિક સહયોગથી ગામના દરેક ચેકડેમો પૂર્ણ કરવામાં આવેલ છે. આજ રીતે જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના  ગઢાળી ગામે રાજકોટ સર્વોદય સ્કૂલના ભરતભાઈ ગાજીપરા, ગીર ગામઠી વાળા મુકેશભાઈ ગાજીપરા, કેશોદમાં રહેતા શશિકાંતભાઈ ગાજીપરા પરિવાર દ્વારા પોતાના સ્વર્ગવાસી પિતાની સ્મૃતિમાં ગામના બધાજ ડેમો રીપેરીંગ કરવામાં આવેલ જેનાથી ગામ લોકોના ખેત ઉત્પાદનમાં  ખુબ સારો વધારો થયો છે. રાજકોટના વેપારી સહજાનંદ રેસ્ટોરેન્ટ અને વૃંદાવન ડેરી વાળા  વસંતભાઈ લીબાસીયા ના આર્થિક સહયોગથી રાજકોટ જીલ્લાના મોરબી રોડ પરના કાગદડી ગામે ૧૩ ચેકડેમોને જીર્ણોધ્ધાર કરવામાં આવેલ તેથી ગામ લોકોને ખેતીમાં ખુબ ફાયદો થઈ રહયો છે. રાજકોટ શહેરમાં પણ અલગ અલગ દાતાઓ દ્વારા જેમાં કટારીયા ચોકડી પાસે રવિ બિલ્ડર ચંદ્રકાંતભાઈ ડેડાણીયા તેમજ લાડાણી બિલ્ડર્સ દિલીપભાઈ લાડાણી અને આજુબાજુની સોસાયટીના આર્થિક સહયોગથી વીર-વીરુ અમૃત સરોવર બનાવવામાં આવેલ છે, જેમાં આજે પણ વિશાળ પાણીનો જથ્થો ભરાયેલ છે, જેનાથી આજુબાજુની સોસાયટીના                                                                                                                                                                                      બોરમાં મીઠા પાણીના તળ ખુબ ઊંચા આવી ગયા છે. આજ રીતે  DML ગૃપ ના હરીશભાઈ લાખાણી પરિવાર તરફથી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક પાસે વિશાળ ચેકડેમ બનાવવામાં આવેલ જેમાં ચોમાસા દરમ્યાન ૫ વખતથી વધુ વરસાદી પાણી જમીનની અંદર ઉતરી ગયેલ તેનાથી જે ૧૦૦૦ ફૂટે જે પાણી ના તળ હતા તે ૮૦ થી ૧૦૦ ફૂટે આવી ગયા. આજ રીતે ચેકડેમ માટે અને જરૂરિયાત મુજબ મશીનરી માટે સહયોગ મળતો રહે છે. જૈન સમાજમાં જીવદયા પ્રેમી ડૉ.ગીરીશભાઈ શાહ ના સંકલન થકી ચદ્રકાંતભાઈ ગોગરી તરફથી સંસ્થાને હિટાચી મશીન ભેટમાં મળેલ છે. જેના થકી ચેકડેમ માંથી માટી ઉપાડવામાં આવે તે ખેડૂતોના ખેતરમાં ફળદ્રુપતા વધારવામાં આવે અને આજીવન પાંચ લાખ લીટર પાણી નો સંગ્રહ થઈ શકે. મેટોડા(રાજકોટ)GIDC ના ઉદ્યોગપતિઓ દ્વારા હિટાચી મશીનની ભેટ અર્પણ કરેલ. (1) શ્રી વિનેશભાઈ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્સ પ્રા.લી), (2) રાજેશભાઈ નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), (3) શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ  હીરપરા (યુનિવર્સલ ટેકનો), (4) શ્રી ચંદ્રકાન્તભાઈ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્ટી ફ્લેક્ષ પ્રા.લી.), (5) શ્રી કિરીટભાઈ શિવલાલભાઈ અદ્રોજા (એન્જલ પમ્પ પ્રા.લી.).  અગ્રણી જેમાં રાજકોટના રોલેક્ષ રિંગ્સ ના મનીષભાઈ મદેકા દ્વારા કાલાવડ રોડ પર એક વિશાળ ચેકડેમ અને એક JCB મશીન સંસ્થાને ભેટ આપેલ છે. રણછોડ નગરના વેપારી રાજુભાઈ પ્રેમગીરી ગોસ્વામી દ્વારા સંસ્થાને JCB ભેટમાં મળેલ. આ રીતે નાના મોટા દાતાઓ જોડાઇને સંસ્થાઓ દ્વારા હિટાચી, AJAX મશીન અને ટ્રેક્ટરો ની ભેટ થી 250 થી વધુ ચેકડેમો તૈયાર થઈ ચુકેલ છે.

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના સહયોગી પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરીંગ)ભીખુભાઈ વીરાણી પરિવાર (બાલાજી વેફર્સ)જમનભાઈ પટેલ (ડેકોરા બીલ્ડર)વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), રમેશભાઈ ઠક્કર (ગીરીરાજ હોસ્પીટલ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય શ્રી), જયેશભાઈ બોધરા (માર્કેટિંગ યાર્ડ પ્રમુખ), જે.કે. મણવર, હરીશભાઈ લાખાણી (DML ગૃપ), અમુભાઈ ભારદીયા (રવિ ટેક્નોફોર્જ), ભરતભાઈ પરસાણા (ગૌભકત)જયંતીભાઈ સરધારા (પડવલા જી.આઈ.ડી.સી. પ્રમુખ)ભરતભાઈ ગાજીપરા (સર્વોદય સ્કૂલ), બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન)શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટેક)કાર્તિકભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ)દિનેશભાઈ પરસાણા, ચંદુભાઈ પરસાણા, સતીષભાઈ બેરા (KSP ફોર્જ), નરેન્દ્રસિહ જાડેજા, દિલીપભાઈ લાડાણી (લાડાણી બીલ્ડર્સ),  ઉમેશભાઈ માલાણી (માલાણી કન્સ્ટ્રકશન), મનોજભાઈ ટીલાળા, પરસોતમભાઈ ટીલાળા, અશ્વિનભાઈ ગઢીયા,અરવિંદભાઈ લાવડીયા (દેવગામ), રમેશભાઈ લુણીધાર, સુરેશભાઈ દેસાઈ (નાના સખપુર) , ચેતનભાઈ કોઠીયાપ્રકાશભાઈ કનેરીયાચંદુકાંતભાઈ ડઢાણીયા (રવી બીલ્ડર્સ)અરવિંદભાઈ પટેલ (ફીલ્ડ માર્શલ)ભરતભાઈ શાહ (મુંબઈ)દુર્ગેશભાઈ શાહ (મુંબઈ) રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ)ભરતભાઈ ટીલવા (ખાંભા જી.આઈ.ડી.સી. પ્રમુખ)ગોપાલભાઈ બાલધા (નિવૃત જી.ઈ.બી. અધીકારી)બી.એમ.શાહ સાહેબ (PGVCL), ધીરુભાઈ ધાબેલીયા, વસંતભાઈ લીંબાસીયા (વૃંદાવન ડેરી)શ્રી વિનેશભાઈ બાબુલાલ પટેલ (ઓર્બીટ બેરિંગ્સ પ્રા.લી), રાજેશભાઈ નાથાભાઈ કાલરીયા (સનફોર્જ પ્રા.લી.), શ્રી સુરેશભાઈ ગોરધનભાઈ  હીરપરા (યુનિવર્સલ ટેકનો), શ્રી ચંદ્રકાન્તભાઈ વલ્લભદાસ ભાલારા (બાલાજી મલ્ટી ફ્લેક્ષ પ્રા.લી.), શ્રી કિરીટભાઈ શિવલાલભાઈ અદ્રોજા (એન્જલ પમ્પ પ્રા.લી.), ધીરુભાઈ રામાણી (સ્વાતી બિલ્ડર્સ), શૈલેશભાઈ જાની (ગીતાંજલિ કોલેજ), જીગ્નેશભાઈ પટોળીયા, જયેશભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ ગોસ્વામી (રણછોડ નગરના વેપારી), મનીષભાઈ મદેકા (રોલેક્ષ રિંગ્સ), પુનિતભાઈ ચોવટિયા (યુનિટી સિમેન્ટ), મુકેશભાઈ પાબારી (બિજનેસમેન),  ભરતભાઈ ભુવાહરીભાઈ ચૌહાણઅરવીંદભાઈ પાણ (પાણ હેલ્થ), શિવલાલભાઈ અદ્રોજા (એન્જલ પંપ), વેજાભાઈ રાવલીયા (સીઝન હોટેલ), વિજયભાઈ કોરાટ, કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન પંપ), ડી.વી.મહેતા (જીનીયસ સ્કૂલ), રશ્મીકાંતભાઈ મોદી (મોદી સ્કૂલ), નીતિનભાઈ દુદાણી (કેન્સર ટ્રસ્ટ), ડૉ.વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ સાંસદશ્રી), જેરામભાઇ વાંસજાણીયા (ઉમિયા પરિવાર પ્રમુખ), ભરતભાઈ ભુવા, મુળજીભાઈ ભીમાણી (બિલ્ડર), મુકેશભાઈ ગાજીપરા (ગીરગામઠી હોટેલ), પરસોતમભાઈ કમાણી (ડૉ.પંપ), બાકીરભાઈ ગાંધી (બિલ્ડર), રાજકોટ લાફીગ કલબ ગૃપ, નારણભાઈ લુણાગરિયા, રાજુભાઈ મહેતા (ભાભા હોટલ), ઘ પાર્ક અને પવિત્રમ પ્રયાગ ગૃપ  તેમજ નાનામોટા પ્રકૃતિ પ્રેમી દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલરમેશભાઈ જેતાણીમનીષભાઈ માયાણી, સંદીપભાઈ જોષી, તુષારભાઈ, મહેશભાઈ સેગલીયા, કિશોરભાઈ કાથરોટીયા, જયેશભાઈ પટેલ,  પ્રવીણભાઈ ભુવા, વગેરેની ટીમ સુંદર સંચાલન કરી રહી છે.

આ અંગેની વિશેષ માહિતી માટે ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ તથા દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨ ૩૮૭૮૫) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0