ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ હોદેદારોની પસંદગી કરવામાં આવી રહી છે
હિરલબેન દેસાઇ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મેમ્બરના પદ પર હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 17- ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં અનેક હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સમગ્ર ગુજરાતમાં અનેક હોદ્દેદારોની તેમની કર્તવ્ય નિષ્ઠા અને પક્ષ પ્રત્યેની વફાદારી અને કામગીરીની નોંધ લઇને ભાજપના સંગઠનના વિવિધ પદો પર નિમણૂંકો કરવામાં આવી રહી છે. વડનગરના હિરલબેન દેસાઇને પાટણ જિલ્લાના ભાજપ મહિલા મોરચના પ્રભારી પદે પસંદગી કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મેમ્બરના પદ પર હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિરલબેન દેસાઇને પક્ષ પ્રત્યેની કામગીરીને નોંધ લઇને પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી તરીકે પસંદગી કરવામાં આવી છે.
મહત્વની બાબત છે કે, પાટણ જિલ્લો રબારી સમાજનો ગઢ માનવામાં આવે છે. ત્યારે વડનગરના હિરલબેન દેસાઇને પાટણ જિલ્લાના મહિલા મોરચાના પ્રભારી બનાવવામાં આવતાં પાટણ જિલ્લાના રબારી સમાજ માટે ગૌરવની બાબત છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રબારી સમાજનું ભારે વર્ચસ્વ રહેલું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની બેઠક પર સતત બે ટર્મથી કોંગ્રેસ જીત મેળવી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપના વિવિધ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે અત્યારથી ભાજપ સંગઠનને વધુ મજબૂત અને દમદાર બનાવવા માટે લોકસભાની ચૂંટણીની રણનિતી ઘડવામાં આવી રહી છે જેને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફૂંકી ફૂંકીને ભાજપ સંગઠનના વિવિધ પદો પર હોદ્દા પર પસંદગી કરવામાં આવી રહી છે.


