હિન્દુ હિત ચિંતક અભિયાન : કડીમાં દુર્ગાવાહીની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભિયાન શરૂ કરાયું, 2 હજાર હિતચિંતક બનાવાશે

November 15, 2022
ગરવી તાકાત મહેસાણા : 6 દિવસ પહેલા કડી સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ હિત ચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. મહેસાણા શહેરથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની અંદર અંદાજિત 60 હજારથી પણ વધુ હિન્દુ હિત ચિંતક બનાવવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં હિન્દુ હિત ચિંતક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
આજે કડી શહેરમાં પણ શ્રી વડવાળા હનુમાનજી મંદિરેથી દુર્ગાવાહીની અને માતૃશક્તિની બહેનો દ્વારા આ અભિયાન શરૂ કરાયું હતું. જેમાં દુર્ગાવાહિણીની બહેનો સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો તથા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. દુર્ગાવાહીનીની બહેનોએ  આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે લોકજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. કડીમાં 2000 થી વધુ લોકો હિતચિંતક અભિયાનમાં જોડવાનો એમનો  હેતુ છે.
ઉત્તર ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ હેતલબેને આ અભિયાન વિશે જણાવ્યું હતું કે હિતચિંતક એટલે જેના હૃદયમાં રામ હોય , જેના કાર્યમાં શ્યામ હોય , જેનો ઉદ્દેશ્ય ધર્મ -સંસ્કૃતિ-વિશ્વ કલ્યાણ હોય. મહેસાણા જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ એ જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા હિન્દૂ સમાજને સંઘઠિત કરી મજબૂત બનાવવાનો તથા હિન્દૂ જીવન મૂલ્યો અને આધ્યાત્મની રક્ષા , સંવર્ધન અને પ્રચાર કરવાનો ધ્યેય સિદ્ધ થશે.
પ્રખંડ દુર્ગા વાહિની સંયોજિકા શિવાની બેન , ગોપીબેન , માતૃશક્તિ ભાવનાબેન ,  વિભાગ સંયોજીકા જવનીકાબેન , જીલ્લા દુર્ગા વાહિની સંયોજીકા વંદનાબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા પેમફ્લેટ આપી લોકોને આ અભિયાન વિશે માહિતગાર કર્યા હતા.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0