ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં આજે સાંજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા સશક્તિકરણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંદેશ સાથે આ પદયાત્રા પોલીસ હેડક્વાર્ટર્સથી ભોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડિયમ સુધી યોજાઈ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ પૂર્વે ઉપસ્થિત સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2001માં શરૂ થયેલી વિકાસ સપ્તાહ પરંપરાને 24 વર્ષ પૂર્ણ થયા.

આ સમયગાળા દરમિયાન ગુજરાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ જેવા તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી વિકાસ સપ્તાહના આ 24 વર્ષ ગુજરાતના પ્રજાજનોના જનવિશ્વાસ, સેવા અને સમર્પણનું પ્રતિક. આ અવસર પર યોજાયેલી પદયાત્રામાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ,

જિલ્લા કલેક્ટર લલિતનારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત આશાબેન, ત્રિવેણીબેન, ભૂમિકાબેન, પાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, દિલીપભાઈ પટેલ, હંસાબેન પિત્રોડા સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, શાસકીય વિભાગોના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ પણ જોડાયા.



