હિંમતનગર એ ડિવિઝન પોલીસે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા…

December 8, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગર એ ડિવિઝન પોલીસે આજે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા આ કાર્યવાહી મહાવીરનગર સર્કલ અને ગાયત્રી મંદિર રોડ પર એમ બે અલગ અલગ જગ્યાએથી કરવામાં આવી પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એમ. ચૌધરીએ ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત એક ટીમ બનાવી. સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એન.બી. વાઘેલા.

Himmatnagar police nab two absconding accused | હિંમતનગર પોલીસે બે નાસતા  ફરતા આરોપીઓને ઝડપ્યા: મહાવીરનગર સર્કલ અને ગાયત્રી મંદિર રોડ પરથી પકડાયા -  sabarkantha (Himatnagar ...

અને તેમની ટીમને આવા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સતત વોચ રાખવા સૂચના આપવામાં આવી. આ સૂચનાના આધારે સર્વેલન્સ સ્ક્વોડના મિતરાજસિંહ અને વિપુલસિંહને બાતમી મળી બાતમીના આધારે, બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, હિંમતનગરના ક્રિમિનલ કેસ નંબર 1408/2024 (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138) હેઠળના આરોપી ફારૂકશા કાલુશા ફકીર (રહે. મધુનગર, હિંમતનગર) ને મહાવીરનગર સર્કલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો.

આ ઉપરાંત, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ, હિંમતનગરના ફોજદારી પ્રોસીડિંગ નંબર 120/2025ના ભરણપોષણના સજા વોરંટના આરોપી વિમલકુમાર ચંદુભાઈ સુથાર (રહે. સૂર્યોદય પાર્ક, મહાવીરનગર, હિંમતનગર) ને ગાયત્રી મંદિર રોડ પર માધવ ડેરી પાસેથી પકડી પાડવામાં આવ્યો પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0