મહેસાણામાં કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગીય કચેરી જેટકો મહેસાણા દ્વારા હયાત-220 કીલો વોટના નવા વાયર ટાવરની કામગીરી શરૂ થવાની છે. જે મહેસાણા – પાલનપુર હાઈવે( ફતેપુરા બાયપાસ સર્કલથી 500 મીટર મહેસાણા તરફ) ક્રોસ કરવાના છે.
આ પણ વાંચો – ભમ્મરીયા નાળાની કામગીરી ગોકળગતીએ, હજુ પણ 4 મહિના લાગશે !
જેથી મહેસાણા પાલનપુર હાઈવે પર તારીખ 11 ડીસેમ્બરથી 13 ડીસેમ્બર સુધી 10-10 મીનીટના સમયાંતરે ટ્રાફીક બંધ કરવામાં આવશે. જેથી નવા વાયર ટાવરની કામગીરી તથા હાઈવેના ટ્રાફીક પર કોઈ અસર નહી પડે.