મહેસાણાની બજાર વચ્ચો વચ આવેલા ભમ્મરીયા નાળાની કામગીરી ગોકળગાયની ગતીએ ચાલતી હોવાથી હજુ પણ શહેરવાશીઓને હાંલાકીનો સામનો કરવો પડી શકે છે. ભમ્મરીયાનાળાની કામગીરી શરૂ કરતા પહેલા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી રૂટને ડાઈવર્ટ કર્યા હતા. પરંતુ કામગીરીનો ટાઈમપીરીચડ પુરો થઈ ગયો છતા પણ કામગીરી પુર્ણ થઈ નથી.

ભમ્મરીયાનાળાની કામગીરી શરૂ કરતા પહેલા આ રૂટને રૂટને ડાઈવર્ટ કરાયો હતો જેથી અહિથી પસાર થનારા લોકોને હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ નાળાની કામગીરી સમયસર પુરી નહી થતા ફરિવાર રૂટ ડાઈવર્ટની તારીખ લંબાવાઈ હતી જેથી અહીથી પસાર થનારા લોકોને વધુ સમય માટે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભમ્મરીયા નાળાની કામગીરી સમયમર્યાદામાં પુરી નહી થતા મોઢેરા ચોકડીથી માર્કેટ યાર્ડ, હૈદરી ચોક, તોરણવાળી માતા તરફ જવાવાળા રાહદારોને હજુ વધુ સમય માટે હેરાનગતી વેઠવી પડી શકે છે. ખાસ કરીને રીક્ષા ચાલકોને આ રૂટ બંધ હોવાથી તેમના ધંંધા ઉપર માઠી અસર પડી છે. સામાન્ય લોકોને પણ ભમ્મરીયા નાળા બહાર ઉતરી ચાલીને બીજી તરફ પહોંચી બીજી રીક્ષાઓ બદલવી પડી રહી છે. જેના કારણે લોકોનો કીમતી સમય વેડફાઈ રહ્યો છે.
કોન્ટ્રાક્ટરે સમયમર્યાદામાં કામ પુરૂ નહી કરતા તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. કાર્યવાહીની જગ્યાયે જાહેરનામુ બહાર પાડી કલેક્ટર વારંવાર તેની સમયમર્યાદા વધારી રહ્યા છે.
હજુ પણ 4 મહિના લાગી શકે છે
આ મામલે એન્જીનીયર સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, સંપુર્ણ નાળાની કામગીરી પુર્ણ થતા હજુ પણ 4 મહિના જેટલો સમય લાગી જશે. તેમને જણાવ્યુ હતુ કે, કલેક્ટરે અમને નાળાની 1 સાઈડની કામગીરી સોંપી હતી હજુ નાળાની બીજી સાઈડની પરમીશન મળી નથી બીજી સાઈડની પરમીશન મળતાની સાથે જ અમે બીજી સાઈડનુ કામ પણ શરૂ કરી દઈશુ.
વિવિધ વિભાગોમાં તાલમેલનો અભાવ
નાળાની કામગીરીમાં બ્લોક નાખવાની કામગીર અલગ પાર્ટી કરી રહી છે, રોડનુ કામ અલગ પાર્ટી . જેના કારણે પણ નાળાની કામગીરીમાં ગોકળગતી થઈ રહી હોવાનુ જણાઈ રહ્યુ છે.