ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટું નુકસાન! 4 હજારથી વધુ ગામોની ખેતી ગઈ સાવ નિષ્ફળ

September 8, 2024

ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદ આફત લઈને આવ્યો. એવી આફત અન્નદાતા પર આવી કે લહેરાતો ઉભો પાક નિષ્ફળ થઈ ગયો

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદ આફત લઈને આવ્યો. એવી આફત અન્નદાતા પર આવી કે લહેરાતો ઉભો પાક નિષ્ફળ થઈ ગયો. ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. લાચર બનેલા જગતના તાત માટે હવે સારા સમાચાર આવ્યા છે.  આખુ વર્ષ તનતોડ મહેનત કરી હોય, લાખોનો ખર્ચ કર્યો હોય. મોટી ઉપજની આશા હોય…પાક પણ લહેરાઈ રહ્યો હોય અને અચાનક આકાશી આફત આવે…અને આ આફત એવી આવે કે થોડાક જ સમયમાં આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે.

કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે : કૃષિમંત્રી - રાજકોટ  મિરર

દેશના લોકોનું પેટ ભરતાં અન્નદાતા પર હાલ ગુજરાતમાં એવી આફત આવી છે કે તે બાપડો બિચારો બની ગયો છે. આકરી મહેનત પર ધોધમાર વરસાદ પાણી ફેરવી દીધું છે. લહેરાતા પાકને નિષ્ફળ બનાવી દીધો છે. લાચાર બની ગયેલા ખેડૂતે સરકાર પાસ સહાયની માગ કરી છે. ચોમાસું સિઝન તો ફેલ ગઈ છે પરંતુ શિયાળુ સિઝનમાં બેઠા થઈ શકાય તે માટે ખેડૂત સહાય માગી રહ્યો છે.

Farmer crop damage due to rain | Banaskantha: કમોસમી વરસાદના કારણે પાકને  ભારે નુકશાન, ખેડૂતોએ જાણો શું કરી માંગ ?

સરકારે હવે સર્વેની કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામાં મોટા પાયે નુકસાન ગયું છે. આ જિલ્લાના લગભગ 4 હજારથી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ ગઈ છે. મગફળી, શેરડી, ડાંગર, શાકભાજી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. નુકસાની ખુબ જ વધારે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગની 600થી વધુ ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. આ સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે, કારણ કે જો ફરીથી વરસાદ આવ્યો તો કામગીરી રોકાઈ જશે. હવામાન વિભાગે પણ હજુ વરસાદની આગાહી કરી છે. જો વરસાદ નહીં આવે તો જ ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવાનું કૃષિ અધિકારીઓ નિવેદન આપી રહ્યા છે.

કૃષિજગત@પાટણ: વરસાદ ખેંચાતા આકસ્મિક પાક આયોજન મુજબ ખેતી કાર્યો કરવા ભલામણ

વડોદરા જિલ્લામાં વરસાદે વધારે વિનાશ વેર્યો છે. જિલ્લાના ડભોઈ સહિતના અનેક તાલુકામાં વરસાદથી કપાસ અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે આ તાલુકામાં સર્વેની ટીમો પહોંચી ગઈ છે અને કામગીરી શરૂ કરી છે. ડભોઈ તાલુકાના 36 ગામમાં તો વ્યાપક નુકસાન થયું છે. આવા 15 ગામમાં સર્વે પૂર્ણ કરી દેવાયો છે. આ સર્વે 188 ગામમાં થવાનો છે. આ સર્વેથી 10 હજાર હેક્ટર જમીનમાં થયેલા નુકસાનનું આંકલન કરાશે. ત્યારપછી રિપોર્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરાશે. રિપોર્ટના આધારે જ સરકાર સહાયની જાહેરાત કરી શકે છે.

કિસાન સંઘે એ પણ માગ કરી છે કે સરકાર ખેડૂતોને સીધી જ વગર વ્યાજે લોન આપે…5થી 7 સુધીનું ધિરાણ વ્યાજ વગર ખેડૂતોને આપવું જોઈએ. ખેડૂતો માટે હાલ કપરી સ્થિતિ છે. આ કપરાકાળમાંથી અન્નદાતાને ઉગારવો ખુબ જ જરૂરી છે. ત્યારે સરકાર ક્યારે સર્વેની કામગીરી પૂર્ણ કરે છે અને ક્યારે ખેડૂતોને ખરેખર સહાય મળે છે તે જોવું રહ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0