દિલ્હી NCR માં મુશળધાર વરસાદ, 46 વર્ષનો તુટ્યો રેકોર્ડ

શેર કરવા અહીં ક્લિક કરો.

દિલ્હી એનસીઆરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ સિવાય નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ જાેરદાર વરસાદ થઈ રહ્યો છે. ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ સામાન્ય વરસાદની સાથે હવામાનનો મિજાજ બદલાયો છે. તો અન્ય તરફ હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં આગાહી સાથે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પ. બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તરપ્રદેશ સહિતના અનેક મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દિલ્હીમાં 30-40  કિમી પ્રતિ કલાકની સ્પીડે હવા ચાલવાની સાથે જાેરદાર વરસાદની શક્યતા જણાવી છે જેના કારણે લોકોએ મુશકેલીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે રાજધાનીમાં તાપમાનમાં ઘટાડો પણ જાેવા મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે.

આ પણ વાંચો – ટાઈમ મેગેઝીનમાં વિશ્વના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદી – મમતાનો સમાવેશ

હવામાન વિભાગે કહ્યું કે આ વખતે દિલ્હીમાં 1146 મીમીનો વરસાદ નોંધાયો છે. જે 46 વર્ષમાં સૌથી વધારે છે. આ પહલા 1975માં દિલ્હીના સફદરજંગમાં 1155 મીમીનો વરસાદ થયો છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં વરસાદની શક્યતાની સાથે આ રેકોર્ડ તૂટી શકે છે. આ સમયે ભારે વરસાદના કારણે દિલ્હીમાં પાણી ભરાવવાની સ્થિતિને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ સમયે હવામાનની પરિસ્થિતમાં ફેરફાર થઈ રહ્યા છે અને હિંદ મહાસાગરમાં ૨ મોસમી પરિસ્થિતિની સક્રિય થવાના કારણે દિલ્હી નહીં ઉત્તર ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં પણ અસર જાેવા મળી રહી છે. જુલાઈ- ઓગસ્ટમાં ભારે વરસાદ સપ્ટેમ્બરમાં જાેવા મળ્યો છે. હવામાન વિભાગના અનુસાર ગયા વર્ષની તુલનામા નવો રેકોર્ડ સ્થાપિત થઈ શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.