વિસનગર લિંક રોડ પર વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે
મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ફરી એક વખત કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં શરદી-ગરમી અને માવઠાના મારની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે
ગરવી તાકાત, મહેસાણા તા. 10- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓએ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. સામે પક્ષે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલી રહી છે. ત્યારે મહેસાણા શહેરમાં પણ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવતાં આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. 
મહત્વનું છે કે, હાલમાં ઉનાળાની ઋતુ શરુ થઇ ગયી છે. એક તરફ લોકો ગરમી અને બફરાનો અનુભવ કરી રહ્યા છે તેવામાં થોડા દિવસ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માવઠું પડ્યું હતું. હાલમાં સવારે ઠંડી, બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઋતુ પરિવર્તન થવાના કારણે સુરતમાં વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશનના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો. શરદી, ખાસી, જેવા લક્ષણો વાળા દર્દીઓ સારવાર માટે આવતા હોવાની માહિતી મળી રહી છે. દર્દીઓની લાંબી કતારો સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી.
મહેસાણા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ફરી એક વખત કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં કોરોનાના 3 કેસ સામે આવ્યાં છે. જેથી જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 થયો છે.
વિસનગર લિંક રોડ પર વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે સામાન્ય તાવ આવતો હોવાથી ટેસ્ટ કરાવ્યો હતો જ્યાં રીપોર્ટમાં કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. એક જ પરિવારમાં બે અને એજ વિસ્તારમાં અન્ય એક કેસ સામે આવ્યો છે. વિસનગર લીંક રોડ પર એક જ વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતા. જેમાં 50 વર્ષીય પુરુષ, 35 વર્ષીય મહિલા અને 84 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા છે. તમામને હાલમાં હોમ આઈસોલેટ પર રખાયા છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ છે.
રાજ્યમાં શરદી-ગરમી અને માવઠાના મારની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. સાથે જ વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઇન લાગી રહી છે, જ્યારે લગભગ મોટાભાગના પરિવારમાં તાવ અને શરદીના દર્દી સામે આવી રહ્યા છે. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો, રોજના 3500 કરતાં વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ખાસ કરીને, H3N2નું જોખમ વધી રહ્યું છે. આવામાં લોકોએ શરદી-ઉધરસને હળવાશથી ન લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.


