નવરાત્રિમાં ગરબા આયોજકો માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ગાઈડલાઈન

October 10, 2023

 ગરવી તાકાત, ગાંધીનગર  તા. 10 – નવરાત્રી તહેવારના પર્વને ધ્યાનમાં રાખી હાર્ટ એટેકના દર્દીઓ માટે આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. જેનુ પાલન ગુજરાતના તમામ ગરબા આયોજકોએ કરવુ પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી. નવરાત્રિમાં આવા બનાવો ન વધે તે માટે નવરાત્રિમાં આરોગ્ય વિભાગ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધતા ખાસ માર્ગદર્શિકામાં સલાહ સૂચનો કરવામાં આવ્યા. જેમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે.

નવરાત્રી દરમિયાન આરોગ્યલક્ષી માર્ગદર્શિકા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી મહોત્સવ ગુજરાતીઓ માટે શક્તિનો મહિમા છે. ગરબાના ખાનગી આયોજકોએ આરોગ્યની ટીમ રાખવી ફરજિયાત કરી છે. આ વખતે મોટી નવરાત્રી થતી હશે ત્યાં ખાસ કાળજી રાખવામાં આવશે. ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારમાં આરોગ્યની વ્યવસ્થા રહેશે. કોઈપણ પ્રકારના બનાવમાં આરોગ્યની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. CHC અને PHC સેન્ટરમાં પણ આ મુજબની સૂચના આપવામાં આવી છે. ગરબાના આયોજકો દ્વારા પણ આ વ્યવસ્થા કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમની રાખવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રેહેશે.

આરોગ્ય વિભાગની આ માર્ગદર્શિકા ગુજરાતના 8 કોર્પોરેશન અને 157 નગરપાલિકા વિસ્તાર માટે ખાસ અમલી રહેશે. ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોમાં ખાસ સૂચનાઓ આપવામા આવશે. માર્ગદર્શિકા મુજબ, ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવામાં આવશે.  CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવામાં આવશે. હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના આપવામાં આવશે. ભાજપના ડોકટર સેલના હોદ્દેદારો અને કાર્યકરો પણ ગરબા સ્થળે હજાર રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0