ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા તેમજ શહેરની અંદર નાની મોટી ચોરીઓ અને વાહનચોરીમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કડી શહેરના થોળ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી બાઈક ચોરાયાની ફરિયાદ કડી પોલીસ સ્ટેશન માં નોંધાતા પોલીસે તપાસ આદરી
— બાઇક પાર્કિંગ કરીને નોકરીએ ગયાં હતાં :
કડી તાલુકાના આદુંદરા ગામના અનીલભાઇ પટેલ પોતાનુ બજાજ કંપનીની ડિસ્કવર બાઇક નંબર GJ 2 BC 9636 કડી થોળ રોડ ઉપર આવેલ ઈન્ડીયન કંપનીના પેટ્રોલ પંપના પાર્કિંગમાં મૂકીને રોજના સમય પ્રમાણે પ્રાઇવેટ કંપનીમાં કંપનીની બસમાં નોકરી કરવા ગયાં હતાં અને નોકરીથી છૂટીને રાબેતા મુજબ પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલ બાઈક પાસે આવતા પોતાનું બાઈક મળી આવેલ ન હતું તો તેમને આજુબાજુ તેમજ સગાવહાલા અને મિત્રોને ફોન કરીને પૂછતા તેમનું બાઈક મળી ન આવતાં તેઓ હેબતાઈ ગયાં હતાં અને તેઓએ ફરી પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવતા કડી પોલીસે તપાસ શરુ કરી હતી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


