મહેસાણા લોકસભા બેઠકના હરિ પટેલ ‘હરિ’ના આર્શિવાદથી 3.17 લાખની લીડથી વિજેતા બન્યાં  

June 4, 2024

મહેસાણા લોકસભાની બેઠક પર કોંગ્રસના રામજી ઠાકોર અને ભાજપના હરિભાઇ પટેલ વચ્ચે ચૂંટણીજંગ હતો 

મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના હરિભાઇ પટેલને 6,58,449 મતો મળ્યાં 

કોંગ્રેસના રામજી ઠાકોરને 3,40,920 મતો મળ્યાં 

ગરવી તાકાત, મહેસાણા તા. 04 – ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા લોકસભા બેઠક પર હરી પટેલને ટિકિટ મળતાં સરપ્રાઇઝ તરીકે તેમનું નામ બહાર આવ્યું હતું. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ મહેસાણા બેઠક પર ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે. મહેસાણા બેઠક પર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ હતો જેનું પરિણામ આજે બહાર આવતાં ભારતીય જનતા પાર્ટીના હરિભાઇ પટેલ જંગી લીડથી વિજેતા જાહેર થયા છે. હરિભાઇ પટેલને 6,58,449 મત મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના રામજી ઠાકોરને 3,40,920 મત સાથે પરાજય થયા હતા. જ્યારે ભાજપના હરિભાઇ પટેલ 3,17,529 મતોની લીડ સાથે મહેસાણામાં ભાજપનો ભગવો લહેરાવ્યોં છે.

Who is Haribhai Patel : કોણ છે હરિભાઇ પટેલ, મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપે આપી ટીકિટ | Who is Haribhai Patel, BJP gave ticket from Mahesana Lok Sabha seat - Gujarati Oneindia

2019ની ગત લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શારદાબેન પટેલને ટિકીટ આપી હતી જેઓ મહેસાણામાં 2.81 લાખની લીડ સાથે વિજેતા બન્યાં હતા. ત્યારે આ વખતની મહેસાણા લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં જે 2.81 મતથી ભાજપને લીડ મળી હતી તેનાથાી વધુ 3.17 લાખની લીડથી હરિભાઇ પટેલ વિજયી બન્યાં છે. હરિભાઇ પટેલની જીતને પગલે મહેસાણા કમલમ ખાતે ભાજપના કાર્યકરો અને આગેવાનો હરિભાઇ પટેલના જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. હરિભાઇ પટેલ વિજયી બનતાં હરિભાઇ પટેલે તમામ ભાજપના કાર્યકરો, આગેવાનો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભાજપે મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલને ટિકિટ આપી હતી હરીભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા હતા.  મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી. મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ અને આજે આવેલા લોકસભાના પરિણામોમાં હરિભાઇ પટેલ વિજયી બન્યાં છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0