— રામના મંદિર નથી એટલા હનુમાનજીના મંદિર છે : સ્વામી
— જ્યારે જ્યારે શરીરમાં અહંકાર આવે છે ત્યારે ઝેર પીવું પડે છે : સ્વામી
ગરવી તાકાત મહેસાણા : કડી કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા શહેરના કડી માર્કેટયાર્ડ ખાતે શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે
કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી શહેરમાં સાત દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુર ધામ ના પૂજ્યશ્રી હરીપ્રકાશ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે મંગળવારે ચોથા દિવસે કથામાં સ્વામીએ કહ્યું કે મેં પ્રથમ દિવસે કહ્યું હતું કે પોતાના પગ ઉપર ઉભા થતા શીખવું બીજો હાથ પકડીને ઉભો કરશે તો કાયમ કહે છે કે આને મેં ઊભો કર્યો હતો ,જ્યારે પોતાના ઉપર કંઈ પણ તકલીફ,કે મુશ્કેલી આવે ત્યારે બીજા ઉપર ભરોસો ન કરતા
કથાના પ્રારંભે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી શહેરમાં સાત દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાળંગપુર ધામ ના પૂજ્યશ્રી હરીપ્રકાશ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે મંગળવારે ચોથા દિવસે કથામાં સ્વામીએ કહ્યું કે મેં પ્રથમ દિવસે કહ્યું હતું કે પોતાના પગ ઉપર ઉભા થતા શીખવું બીજો હાથ પકડીને ઉભો કરશે તો કાયમ કહે છે કે આને મેં ઊભો કર્યો હતો ,જ્યારે પોતાના ઉપર કંઈ પણ તકલીફ,કે મુશ્કેલી આવે ત્યારે બીજા ઉપર ભરોસો ન કરતાહનુમાનજી ને યાદ કરજો,હનુમાનજી પાસે દરેકે શીખવા જેવું છે કે હનુમાનજી એ કોઈ દિવસ પાછી પાની નથી કરી અને કોઈ દિવસ ના નથી પાડી વધુમાં સ્વામીએ
કથામાં જણાવી ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો અને હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો,હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય તત્ત્વ નથી, શંકરજીનું તેજ, પવનનો પ્રભાવ, અને અંજની માતાનું તપસ્યાનું ફળ છે હનુમાનજીના દ્વારે જે પણ જાય છે તે ખાલી હાથે આવતો નથી અને સ્વામીજીએ વધુમાં જણાવ્યું કે જ્યારે પણ કોઈને કંઈ પણ તકલીફ આવે તમારું મન ગભરાય અંતરમાં જ્યારે શાંતિ ન હોય તો સાળંગપુર દાદાના દરબારમાં આવી જજો બધાજ દરવાજા ખૂલી જશે ચૈત્ર સુદી પૂર્ણિમા અને મંગળવારના દિવસે સાક્ષાત વાયુદેવની કૃપા થી અને હજારો વરસ ની અંજની માતાએ તપના ફળ રૂપે અંજની માતાના કૂખે હનુમાનજીનો જન્મ થયો હતો.
કથામાં જણાવી ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નોમના દિવસે થયો અને હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો,હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય તત્ત્વ નથી, શંકરજીનું તેજ, પવનનો પ્રભાવ, અને અંજની માતાનું તપસ્યાનું ફળ છે હનુમાનજીના દ્વારે જે પણ જાય છે તે ખાલી હાથે આવતો નથી અને સ્વામીજીએ વધુમાં જણાવ્યું કે જ્યારે પણ કોઈને કંઈ પણ તકલીફ આવે તમારું મન ગભરાય અંતરમાં જ્યારે શાંતિ ન હોય તો સાળંગપુર દાદાના દરબારમાં આવી જજો બધાજ દરવાજા ખૂલી જશે ચૈત્ર સુદી પૂર્ણિમા અને મંગળવારના દિવસે સાક્ષાત વાયુદેવની કૃપા થી અને હજારો વરસ ની અંજની માતાએ તપના ફળ રૂપે અંજની માતાના કૂખે હનુમાનજીનો જન્મ થયો હતો.— 4 દિવસે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો :
કડી માર્કેટયાર્ડના મેદાનમાં 20 ઓગસ્ટ રાત્રે 8.30 થી શરૂ થયેલી શ્રી હનુમાન ચાલીસા કથાના 4 દિવસે ભગવાન
હનુમાનજી મહારાજનો ધામધુમપૂર્વક જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો અને રંગદર્શી માહોલમાં ભવ્ય હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી 51નાના તેમજ મોટા લોકોએ હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો અને હનુમાનજી ના જયઘોષ સાથે હનુમાનદાદાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
હનુમાનજી મહારાજનો ધામધુમપૂર્વક જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો અને રંગદર્શી માહોલમાં ભવ્ય હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી 51નાના તેમજ મોટા લોકોએ હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો અને હનુમાનજી ના જયઘોષ સાથે હનુમાનદાદાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી— 60 કિલો કેક કપાઈ,750 કિલો ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો :
કરી માર્કેટ યાર્ડના મેદાનમાં શ્રી કષ્ટભંજનદેવ સેવા સમિતિ દ્વારા 7 દિવસની શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંગળવારે રાત્રે હનુમાનજીના જન્મ ઉત્સવ પ્રસંગે ભગવાનને 156 ભોગના 750 કિલો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ 60 કિલો ની કેક સ્વામીજીના હસ્તે કાપવામાં આવી હતી મંગળવારે કથામા હનુમાન જન્મોત્સવ તેમજ અન્નકૂટ મહોત્સવના દર્શન કરવા તેમજ કથાનું રસપાન કરવા માટે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો લોકો ઉમટી પડ્યાં હતાં.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


