થરાદ કૉંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપુતે ઉમેદવારી પત્ર ભર્યું

November 16, 2022

— કૉંગ્રેસ પાર્ટીએ પેટા ચૂંટણીમાં જીત મેળવતાં ગુલાબસિંહ રાજપૂત ને રિપીટ કર્યા :

— કૉંગ્રેસ આગેવાનોએ ભાજપના ઉમેદવારને લઈને આકરા પ્રહાર કર્યા :

— બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનોને ટકોર શબ્દનો સંયમ રાખવા અપીલ કરી :

ગરવી તાકાત થરાદ :  2022 ની વિધાન સભાની ચૂંટણી જાહેર થયા બાદ કૉંગ્રેસ ભાજપના ઉમેદવાર ને ટીકીટ મળતા બને પક્ષોના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ગત રોજ વહેલી સવારે થરાદ ખાતે કૉંગ્રેસ પાર્ટી એ રિપીટ કરાતાં મોટી સંખ્યમાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર પ્રાંત કલેકટર કચેરી ખાતે રજૂ કર્યું હતું. 2022 ની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે થરાદ વિધાનસભામાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીતેલા ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત ને 2022 ની વિધાનસભામાં રીપીટ કરાતાં ગતરોજ વહેલી સવારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર થરાદ કલેકટર કચેરી ખાતે રજૂ કર્યું હતું
ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભાજપના ઉમેદવાર નું નામ લીધા વગર જ આકરા પ્રહાર કર્યા હતા અને  એક નેતાએ સભાને સંબોધન કરતા ભાજપના ઉમેદવારનું નામ લીધા વગર જ તેમના વિરુદ્ધમાં વાણી વિલાસ કર્યો હતો જ્યારે ગુલાબસિંહ રાજપૂતે થરાદના વિકાસના કામો 97 ગામના પાણીના પ્રશ્ન તેમજ જીઆઇડીસી નું કામ પણ ટૂંક સમયમાં થઈ જશે વિકાસના કામો 99% થઈ ગયા છે જ્યારે એક ટકો કામ બાકી છે તે હું જીત્યા બાદ થરાદની જનતા માટે પૂર્ણ કરીશ આયાતી ઉમેદવાર થરાદ ની જનતાને કઈ જરૂર નહીં. જ્યારે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ શંકર ચૌધરીનું નામ લીધા વગર જ આકરા પ્રહાર  કર્યા હતા અને  રાધનપુર ની જનતાએ ભગાડેલ વાવ અને વાવની જનતાએ ભગાડેલ થરાદ આવ્યા છે ત્યારે થરાદની જનતાએ સાચવીને પાલનપુર થઈને ઘરે મૂકવાનો સમય આવ્યો છે ત્યારે જનતાએ જાગૃત થઈને ગુલાબસિંહ તરફ મતદાન કરવા અપીલ કરી હતી
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ ચૌહણે એ સભાને સંબોધન કરતા આગેવાનોને શબ્દ નો સંયમ રાખવાની દરેક આગેવાનો ને અપીલ કરી હતી. કૉંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વર્ષોથી ખેડૂતોની સમસ્યા પાણીની હલ  થઈ છે આવનારા સમયમાં પણ અમે પ્રજા સાથે પ્રજા ના સુખદુઃખ સાથે રહીશું શંકરભાઇ ચૌધરીનું નામ લીધા વગર તેમની સામે આકરા પ્રહાર કર્યા છે ત્યારે જુના વીડિયો વાયરલ બાબતે પણ ગેનીબેન ઠાકોરે સ્પષ્ટતા કરી હતી હું ક્યારે પણ કોઈ સમાજ વિરુદ્ધમાં નિવેદન ના આપું ચૌધરી સમાજ એક ખેડૂત વર્ગ છે અને કણ નો મણ કરવા વાળો સમાજ છે જૂનો વીડિયો કોઈએ એડીટીંગ કર્યો હશે..
સભામાં એક નેતા એ સભાને સંબોધન કરતાં આવેસ માં ના સોભે તેવો વાલી વિલાસ કર્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ ચૌહાણે દરેક કાર્યકરો આગેવાનો ને ટકોર કરી હતી અને કોઈની લાગણી દુભાય તેવા શબ્દ નો ઉપયોગ ના કરવા ટકોર કરી હતી.. ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે અમારા થી બનતી તમામ થરાદ ની જનતા માટે કામો કર્યા છે  કોરોના કાળ માં પણ રાત દિવસ લોકોની સેવામાં જોડાયો હતો જ્યારે પરબતભાઇ પટેલે પણ વિકાસ કર્યો છે ત્યારે આયાતી ઉમેદવારની થરાદ ની જનતાની કઈ જરૂર નહીં મેં વાવાણી થરાદ માં કરી છે તો હું વાઢવા  વાવ બાજુ ના જઈ શકું ટીકીટ બાબતે સ્પષ્ટતા કરી હતી,

તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0