— AAPએ PMની માતાનું કર્યું અપમાન, ચૂંટણીમાં નાશ કરી દેશે ગુજરાતીઓ ; સ્મૃતિ ઈરાનીનો મોટો હુમલો
— ગુજરાત ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા :
— સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજકારણ ચમકાવવા માટે વડાપ્રધાનની 100 વર્ષીય માતાનું અપમાન કર્યું :
ગરવી તાકાત મહેસાણા : ગુજરાત ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજકારણ ચમકાવવા માટે વડાપ્રધાનની 100 વર્ષીય માતાનું અપમાન કર્યું. તેમણે રાજકારણ માટે ગુજરાત અને ત્યાંની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ગુજરાતીઓ તેમને ચૂંટણીમાં પાઠ ભણાવશે.
શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર આમ આદમી પાર્ટીનું ગુજરાત યુનિટ સતત આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના એક નેતા 100 વર્ષની મહિલાનું અપમાન કરે છે કારણ કે તે માતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો જેણે દેશના આશીર્વાદ મેળવ્યા બાદ પ્રધાન સેવકની જવાબદારી નિભાવી હતી. તેમણે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલજીને બે શબ્દો સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય હાર આગામી ચૂંટણીમાં થવાની છે.
AAP એ માત્ર પ્રધાનસેવકની માતાનું જ અપમાન નથી કર્યું પરંતુ તમે ગુજરાતની 100 વર્ષની માતાનું અપમાન કર્યું છે. હું આજે અરવિંદ કેજરીવાલજીને કહેવા માંગુ છું કે ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે છે, પરંતુ ગુજરાત અને ગુજરાતીઓએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો નાશ કરશે.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર