ગરવી તાકાત, મહેસાણા – મહેન્દ્રસિંહ જવાનજી રાજપુત, નોકરી- ગુજરાત બિન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ, મહેસાણાવાળા લાંચની રકમ લેતા ઝડપાય ગયો હતો. આ કામે ફરિયાદીએ ગુજરાત બિન-અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ મહેસાણા તથા તેની વડી કચેરી ગાંધીનગર ખાતેથી તેમના પુત્રના નામે
મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરવા મહેસાણા ખાતે આવેલ નિગમમાં રૂ.૫ લાખની સરકારી લોન મેળવવા આ કામના આરોપીનો સંપર્ક કરતા આરોપીએ લોન પાસ કરાવવાના તથા પાસ કરી આપ્યા બાદ અવેજ પેટે રૂ.૬૫,૦૦૦/- ની લાંચની માગણી કરેલ હતી. તેમાંથી રૂ.૨૦,૦૦૦/- આગાઉ લઇ આપેલા અને બાકીના રૂપિયામાંથી રકજકના અંતે રૂ.૩૫,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરેલ. આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૩૫,૦૦૦/- સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરેલ છે.


