ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતમાં દર વર્ષે 10 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 10 જૂલાઈના રોજ આણંદ ખાતે અને 11 જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે 10 જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 10 જૂલાઈના રોજ આણંદ ખાતે અને 11 જૂલાઈના રોજ ઉકાઈ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઊજવવામાં આવશે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત મોડર્ન ટેક્નોલોજી વિશે માછીમારોને જાણકારી આપવામાં આવશે.

Wow! Amazing - Fisherman Sort Their Big Net Catch Kona Fish - YouTube

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે.  ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને છે, જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. છેલ્લા 4 વર્ષોમાં ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનનો આંકડો વાર્ષિક સરેરાશ લગભગ 8.38 લાખ મેટ્રિક ટન રહ્યો છે.

વર્ષ 2022-23માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,03,000 મેટ્રિક ટન અને આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 1,94,422 મેટ્રિક ટન થયું હતું. છે. આમ, વર્ષ 2022-23માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન રહ્યું હતું. વર્ષ 2023-24 માં રાજ્યમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન 7,02,050 મેટ્રિક ટન, જ્યારે આંતર્દેશીય માછલીનું ઉત્પાદન 2,13,140 મેટ્રિક ટન થવાની સંભાવના છે. આમ, વર્ષ 2023-24માં રાજ્યનું કુલ માછલી ઉત્પાદન લગભગ 9,15,190 મેટ્રિક ટન થવાની સંભાવના છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.