ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતા ‘વહીવટો’ અંગે ગુજરાત સરકારની લાલ આંખ

October 25, 2023

ગુજરાત સરકારના નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની  કાર્યવાહી વધુ પારદર્શક બનશે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 25- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે મીડિયાને માહિતગાર કરતા પ્રવક્તા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ-36માં સાર્વજનિક ટ્રસ્ટની કોઈપણ સ્થાવર મિલકત વેચાણ, ગીરો, વિનિયમ કે ભાડાપટ્ટે અથવા બક્ષિસથી તબદીલ કરવા અંગેની જોગવાઈમાં સુધારો કરી આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક કરવાનો નિર્ણય કરવામાં આોવ્યો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવા બે બે દિવસના  દિલ્હી પ્રવાસે | Chief Minister Bhupendra Patel on a two-day visit to Delhi  - Gujarati Oneindia

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી કલમ 36 હેઠળ ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની કાર્યવાહી મેન્યુઅલ રીતે કરવામાં આવતી હતી, જેના કારણે ઇજારાશાહી વધવાની શક્યતાઓ રહેતી હતી. પરંતુ આ નવા સુધારાથી હવે ટ્રસ્ટની મિલકત તબદીલ કરવાની આ કાર્યવાહી વધુ પારદર્શક પદ્ધતિથી થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે અને ટ્રસ્ટની મિલકતના વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હવેથી ઓનલાઇન ઇ-ઑક્શન પોર્ટલ મારફત હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટની મિલકત અદલા-બદલી કરવા માટે ટ્રસ્ટો દ્વારા અદલા-બદલી કરવા ધારેલી બંને મિલકતની કિંમતની સરખામણી કરી, ખૂટતી રકમ સરભર કર્યેથી જ અદલા-બદલીની મંજૂરી આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી ટ્રસ્ટની મિલકત વેચાણ અને ભાડાપટ્ટા અંગેની કાર્યવાહી હાથ ધરતાં પહેલાં મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે જંત્રી, ગવર્મેન્ટ એપ્રૂવડ વેલ્યુઅરનો રિપોર્ટ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળનો અંદાજિત વેચાણ કિંમતનો ઠરાવ ધ્યાને લઇ અપસેટ વેલ્યુ નિયત કરવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ “જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ” દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

હવેથી ટ્રસ્ટની કોઈપણ મિલકતની અપસેટ વેલ્યુ નક્કી કરવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવવામાં આવેલ “જિલ્લા કક્ષાની વેલ્યુએશન સમિતિ” દ્વારા મિલકતની કિંમત નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સંબંધિત પ્રવર નગર નિયોજક, નગર આયોજક અને મૂલ્યાંકન ખાતું સભ્ય હશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0