Gujarat Election : પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં મતદાન થશે

November 29, 2022

ગરવી તાકાત ગુજરાત : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ગણતરી કલાકો બાકી છે. આજે પ્રથમ તબક્કા માટે પ્રચાર પડધમ સાંજે 5 વાગ્યે શાંત થશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે તો બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે.

લોક પ્રતિનિધિત્વ એક્ટ 1951ની કલમ-126 મુજબ, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો હોય છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, જેમાં 1,24,33,362 પુરુષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદાર મત આપી શકશે, જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. એમ બંને તબક્કામાં થઈ 2,53,59,863 પુરુષ, 2,37,74,146 મહિલા અને 1,391 ત્રીજી જાતિના મળી કુલ 4,91,35,400 મતદારો નોંધાયેલા છે.

— 1 ડિસેમ્બરે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન : 

(1) કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર

(2) સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા

(3) મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર

(4) રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી

(5) જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

(6) દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર

(7) પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર

(8) જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ

(9) ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના

(10) અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા

(11) ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ

(12) બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ

(13) નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)

(14) ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર

(15) સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST

(16) તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)

(17) ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)

(18) નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)

(19) વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0