ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડીને 77 કરોડથી વધુની છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવી બરોડા, પાલનપુર અને ગોવામાં એકસાથે દરોડા પાડીને 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ ગેંગ સામાન્ય લોકોના નામે નકલી પેઢીઓ બનાવી મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા સાયબર ફ્રોડના નાણાં દુબઈ સગેવગે કરવાનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતી સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ટીમની તપાસમાં બહાર આવ્યું કે, ઉત્તર ગુજરાત અને વડોદરાના કેટલાક શખ્સો ગોવામાં બેસીને આખું નેટવર્ક ચલાવી રહ્યા પોલીસની ટીમે બાતમીના આધારે ત્રણ અલગ-અલગ શહેરોમાં ત્રાટકી આ રેકેટનો પર્દાફાશ કર્યો.

આ ગેંગ મુખ્યત્વે મ્યુલ એકાઉન્ટ્સ (ભાડાના ખાતા) પર કામ કરતી મુખ્ય સૂત્રધાર કિરણ જોષી અને જીતુભાઈ ઠક્કર દ્વારા ગરીબ કે મધ્યમ વર્ગના લોકોનો સંપર્ક કરવામાં આવતો તેમને કમિશનની લાલચ આપી તેમના નામે સેવિંગ અને કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા એટલું જ નહીં, આરોપી મહેશ જોશી અને જીગર સોલંકી જેવા શખ્સોએ પોતાના નામે શિવધારા મસાલા અને શિવમ એજન્સી જેવી બોગસ પેઢીઓ ઊભી કરી જેના આધારે લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ શકે. પકડાયેલા આરોપીઓ પૈકી જીતુભાઈ ઠક્કર અને તેની ટીમ ગોવામાં ભાડાના બંગલામાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરતી.

તેમની પાસેથી 15 લેપટોપ અને 72 મોબાઈલ મળી આવ્યા ટેકનિકલ એનાલીસીસમાં ચોંકાવનારી વિગતો ખુલી કે આ લોકો વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા દુબઈના હેન્ડલર્સ સાથે સતત સંપર્કમાં સાયબર ફ્રોડના નાણાં ભારતીય ખાતામાં આવતા જ તેને તુરંત લેયરિંગ કરીને ક્રિપ્ટો કરન્સી અથવા અન્ય માધ્યમોથી વિદેશ મોકલી દેવામાં આવતા આરોપીઓના મોબાઈલ ડેટા ચેક કરતા 1930 નેશનલ સાયબર હેલ્પલાઇન પોર્ટલ પર નોંધાયેલી 375 જેટલી ફરિયાદો આ એકાઉન્ટ્સ સાથે લિંક થઈ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, લોન ફ્રોડ અને ગેમિંગ ફ્રોડ જેવી મોડસ ઓપરેન્ડી દ્વારા અત્યાર સુધીમાં આ ગેંગે ₹77,72,76,481 ની રકમ ચાઉં કરી હોવાનો અંદાજ.


