પોરબંદરથી પકડાયેલા આતંકી અન્ય દેશોમાં જઈ હુમલો કરવાના હતા અફઘાનિસ્તાન ભાગે તે પહેલા પકડાયા
ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો
સુમેરા નામની સુરતની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે
ગરવી તાકાત, પોરબંદર તા. 10 – ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાંથી આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા છે. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

ગુજરાતમાં હાલ દારૂ, ડ્રગ્સ અને હથિયારો સહિતના ગુનામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં નશાનો વેપાર અટકાવવા ગુજરાતમાં મોટા પગલાં ભરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પોરબંદરમાં શુક્રવાર સવારથી ATSની ટીમ પહોંચી હતી. ત્યારે પોરબંદર પહોંચેલી ટીમની સાથે ATSના ઇન્સ્પેકટર જનરલ દીપન ભદ્રન પણ આ કાર્યવાહીમાં સામેલ હતા. પોરબંદરમાં ATSની ટીમ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ગુજરાત એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા આ આઇએસઆઈએસના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ ઝડપાયેલા આતંકીઓમાં એક મહિલાનો પણ સમાવેશે થયો છે.
મળતી માહિતી પ્રમાણે, સુમેરા નામની સુરતની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. ATSના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. ચારેય ISISમાં જોડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. માનવામાં આવી રહ્યુ છે કે, તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા. ગુજરાત ATSની ટીમ અચાનક જ પોરબંદર પહોંચી હતી. જેના કારણે શહેર પોલીસ પણ દોડતી થઈ ગઇ હતી. ATSની ટીમ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ઓફિસે આવી પહોંચી હતી.


