થાઈલેન્ડ ફરવા શાનદાર તક!, માત્ર આટલા રૂપિયામાં ફરો બેંગકોક અને પટ્ટાયા

January 11, 2023

ગરવી તાકાત, તા. 11 – જાન્યુઆરીના મહિનામાં જો તમે થાઈલેન્ડની શાનદાર ટ્રિપ કરવા માંગતા હોવ તો IRCTC એ તમારા માટે એક સરસ પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં 5 રાત અને 6 દિવસની થાઈલેન્ડ ટુર કરવા મળશે. આ પેકેજનું નામ IRCTC તરફથી થાઈલેન્ડ સ્પ્રિંગ ફેસ્ટિવલ ટુર એક્સ કોલકાતા (Thailand Spring Festival Tour Ex Kolkata) રાખવામાં આવ્યું છે. આ ટ્રિપ દરમિયાન તમને બેંગકોક અને પટ્ટાયાની ખુબસુરત જગ્યાઓ જોવાની તક મળશે.

IRCTC ના આ પેકેજ હેઠળ 21 જાન્યુઆરી 2023થી શરૂ થનારી ટુર 26 જાન્યુઆરીએ ખતમ થઈ જશે. ટ્રિપ દરમિયાન ટ્રાવેલ કરનારા મુસાફરોને કોલકાતાથી બેંગકોક લઈ જવામાં આવશે અને પછી તેમને ત્યાંથી પટ્ટાયા લઈ જવાશે. ટ્રિપ  દરમિયાન થ્રી સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા રહેશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, ત્રણેય સામેલ રહેશે. આ ઉપરાંત એક ગાઈડ પણ સાથે રહેશે. જે તમને ટ્રિપ અંગે ગાઈડ કરતો રહેશે.

આ પેકેજમાં શું શું મળશે?
– આવવા અને જવાની ફ્લાઈટ ટિકિટ-  – થ્રી સ્ટાર હોટલ – 4 બ્રેકફાસ્ટ, 4 લંચ અને 4 ડિનર-  – પટ્ટાયાના કોરલ આઈલેન્ડની ટુર – પટ્ટાયાનો અલકઝાર શો-  બેંગકોકમાં મરીન પાર્કની સાથે સફારી વર્લ્ડ – બેંગકોકના અડધા દિવસની ટુર – જીએસટી – ટુર ગાઈડ – ટ્રાવેલ ઈન્શ્યુરન્સ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0