ગરવી તાકાત મહેસાણા: જીઆરડી જવાને એટીએમમાંથી મળેલા રૂ. 10 હજારની રોકડ રકમ બેન્કમાં જમા કરાવી પ્રામાણિકતાનું પ્રેરક દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના જીઆરડી દીપકગીરી નટવરગીરી ગોસ્વામી શુક્રવારે સવારે 10.15 વાગે ગોપીનાળા એસબીઆઇ એટીએમમાં ગયા હતા. ત્યારે એટીએમના બોક્ષમાં રૂ.10 હજારની રૂ.500ના દરની 10 નોટો પડેલી હતી. પણ કોઇ આવ્યું ન હતું.
આથી તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા પછી બપોરે સમય મળતાં જનતા સુપર માર્કેટ એસબીઆઇમાં સંપર્ક કરતાં ત્યાંથી જૂની કોર્ટ સ્થિત બ્રાન્ચનો સંપર્ક કરવા સુચવાયુ હતું. જેથી ત્યાં પહોંચી રૂ.10 હજાર જમા કરાવ્યા હતા. કોઇએ કેશ ઉપાડવા એટીએમમાં પ્રોસેસ કરી એ વખતે આવી ન હોય અને તે વ્યક્તિ કેસ આવતી નથી તેમ માની ચાલી ગયા પછી આ કેસ બહાર આવીને બોક્સમાં પડી હોવાની શક્યતા છે.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા


