રાત્રિ દરમિયાન બમ્પ બનાવ્યાં બાદ સફેદ પટ્ટા ના લગાવાતાં મહિલા કંડકટ અકસ્માતનો ભોગ બની
સફેદ પટ્ટા માર્યા ન હોવાથી બમ્પ નજરે ન પડતાં એકટીવાના અકસ્માતમાં મહિલા કંડકટર ઇજાગ્રસ્ત
ગરવી તાકાત, મહેસાણા તા. 11 – શહેરના બિલાડીબાગથી વિસનગર ચાર રસ્તા તરફ જતાં રોડ પર ડિસન્ટ હોટલ પાસે નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન બમ્પ બનાવી દઇ વાઇટ પટ્ટા ન મારવાની બેદરકારી દાખવતાં એક મહિલા કંડકટરના એકટીવા અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા કંડકટરને ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 
મહેસાણા શહેરના વિવિધ માર્ગો પર વાહનોની સ્પીડ મર્યાદા જળવાઇ રહે અને કોઇ અકસ્માતની બનતી ઘટના અટકે તે માટે નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર બમ્પ બનાવવામાં આવે છે જેને પગલે વાહનની સ્પીડ મર્યાદા જળવાઇ રહે ત્યારે પુરપાટ ઝડપે આવતાં વાહનોને આગળ બમ્પ આવે છે તેનાથી સચેટ કરવા માટે વાઇટ કલરના પટ્ટા બમ્પ આગળ મારવામાં આવતાં હોય છે જેને પગલે ઝડપથી આવતાં વાહનની ગતિ મર્યાદામાં રાખી બમ્પ ઓળંગી શકાય પરંતુ મહેસાણા નગરપાલિકાની બમ્પ બનાવી પટ્ટા ન મારવાની બેદરકારીનો ભોગ આજે એક મહિલા કંડકટર બનતાં અકસ્માત સર્જાયો હતો. 
જેમાં મહિલા કંડકટરને ઇજાગ્રસ્ત થયા હતા. મહેસાણાના બિલાડી બાગથી વિસનગર ચાર રસ્તા તરફ જતાં રોડ પર ડીસન્ટ હોટલની પાસે ગત રાત્રિ દરમિયાન નગરપાલિકા તંત્ર દ્વારા બમ્પ બનાવવામાં આવ્યાં હતા પરંતુ બમ્પ બનાવ્યાં બાદ બમ્પમાં વાઇટ કલરના પટ્ટા મારવામાં બેદરકારી દાખવી હતી ત્યારે વાઇટ પટ્ટા માર્યા વિનાના આ બમ્પનો ભોગ વાહનચાલકો બને તે પ્રકારે બમ્પ બનાવી દેવામાં આવતાં અહીં ડિસન્ટ હોટલ પાસેથી એક મહિલા કંડકટર પોતાનું એકટીવા લઇ પસાર થઇ રહી હતી.
તે દરમિયાન રાત્રિ દરમિયાન બનાવાયેલા બમ્પ નજરમાં ન આવતાં તેમજ બમ્પ પાસે મારવામાં આવતાં પટ્ટા પણ નહી લગવાતાં મહિલા કંડકટરનું એકટીવા એકાએક બમ્પ કૂદતાં અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા કંડકટરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ હાથ પર પણ ઇજાઓ પહોચી હતી. ત્યારે આગામી સમયમાં કોઇ વાહનચાલક પટ્ટાના અભાવે બમ્પ ધ્યાનમાં ન આવતાં અકસ્માત ન સર્જાય તે માટે વાઇટ પટ્ટા મારવા આવશ્યક છે જેથી આ પ્રકારના અકસ્માત બનતાં અટકાવી શકાય.


