આ સમારોહમાં અર્બુદા માતાનો પાટોત્સવ, માતાજીના નવિન ધજા, સમુહલગ્ન, સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાશે
શિકાગો ખાતે વસતાં ચૌધરી ૨૭ સમાજના પ્રમુખ દ્વારા આગામી ૨૨-૨૩ જુલાઇના રોજ સમારોહનું આયોજન કરેલ છે
ગરવી તાકાત, મહેસાણા તા. 07- ચૌધરી ૨૭ સમાજના પ્રમુખ સોલૈયા રમણભાઇ ચૌધરી દ્વારા એમિરાકાના શિકાગો ખાતે ૮મો સ્નેહમિલન સમારોહનું આગામી તારીખ ૨૨-૩૩ જુલાઇ ૨૦૨૩ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. અમેરિકામાં વસતાં પ્રમુખ રમણભાઇ ચૌધરી દ્વારા આ સમારોહમાં સ્નેહમિલન, શ્રી અર્બુદા માતાજીના પ્રથમ પાટોત્સવ, ૭મો સમુહ લગ્નોત્સવ તેમજ વડીલો અને વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ અમેરિકાના શિકાગો અર્બુદા ધામ ખાતે અદ્ભૂત આયોજન કરવામાં આવનાર છે. 
જેથી આંજણા ચૌધરી સમાજના તમામ ભાઇ બહેનોને આ પાવન અવસરે પધારવા માટે જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. અમેરિકાના વિવિધ પ્રાંતોમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજ વસવાટ કરે છે ત્યારે સમાજના પ્રમુખ રમણભાઇ ચૌધરી દ્વારા અહીં વસતાં તમામ સમાજને એકતાં અને એકસૂત્રતાના તાંતેણે જાેડાઇ રહે તેવી આદર્શ ભાવના સાથે આ સમારોહનું આયોજન કર્યું છે.
ત્યારે આગામી ૨૨-૨૩ જુલાઇ શનિવાર અને રવિવારના રોજ યોજાનાર આ સમારોહમાં ચૌધરી ૨૭ સમાજના પ્રમુખ દ્વારા ગુજરાતમાં વસતાં આંજણા ચૌધરી સમાજના ભાઇ-બહેનો તેમજ વડીલોને આવેદન કરવામાં આવ્યું છે કે, અમેરિકાના શિકાગો ખાતે યોજાવા જઇ રહેલા આ ભવ્ય સમારોહમાં પાટોત્સવના દાતાશ્રી, અર્બુદા ધામના તમામ દેવી દેવતાઓની નવિન ધજાના યજમાન અને ભોજન તથા લગ્ન વિધિના અન્ય ખર્ચના યજમાન થવા ઇચ્છુક, આ વર્ષના સમુહલગ્નમાં ભાગ લેવા ઇચ્છુક,
ચૌધરી ૨૭ સમાજના ૭૦થી વધુ વડીલોનું સમાજમાં પ્રથમવાર વિશેષ સન્માન કરવાનું છે તો આવા વડીલોના નામ માટે ઇચ્છુક, આ ઉપરાંત સમાજના માસ્ટર કે તેની સમકક્ષ કે તેનાથી વિશેષ કોઇપણ શૈક્ષણિક કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૨ કે ૨૩ દરમિયા સ્નાતક થયેલ ભાઇ બહેનોને નામ નોંધાવવા માટે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.જેમાં આમજાના અમરતભાઇ મો. ૬૩૦ ૪૫૭ ૮૦૬૦, અમૃતભાઇ માસ્તર મો. ૬૩૦ ૯૩૫ ૯૨૮૩, માણેકપુરના દિલિપભાઇ મો. ૬૩૦ ૮૦૨ ૪૧૯૧ અને બાલવાના અનિલભાઇ મો. ૯૪૯ ૫૪૫ ૪૪૦૯નો સંપર્ક કરવા માટે રમણભાઇ ચૌધરી દ્વારા જણાવાયું છે. મહત્વનું છે કે, આ અગાઉ રમણભાઇ ચૌધરીના નેતૃત્વમાં માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે આંજણા ચૌધરી સમાજનો ભવ્યાતિભવ્ય સમારોહ યોજાય હતો.


