મંગળવારે ગુજરાતભરના કોંગ્રેસના અનેક વરિષ્ઠ ધારાસભ્યો અને નેતાઓને ખેતી બીલના વિરોધમાં દેશવ્યાપી બંધના સમર્થનમાં ઉતરે એ પહેલા જ પોલીસ દ્વારા અટકાયતો કરવામાં આવી હતી.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર, જાહેર સ્થળે ચારથી વધુ લોકોની ટોળા પર પ્રતિબંધ મૂકનારી ફોજદારી કાર્યવાહીની આચારસંહિતાની કલમ 144 ને મંગળવાર સવારથી રાજ્યભરમાં લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો – કલમ 144 વચ્ચે CM અને Dy.CM ની હાજરીમાં 287 કરોડના કામોનુ ખાતમુહુર્ત
હિંમતનગરના વિસ્તારમાં રસ્તા રોકવાના પ્રયાસ બાદ કોંગ્રેસના અનેક કાર્યકરોને સાબરકાંઠામાં અટકાયતમાં લેવાયા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પોલીસે અમરેલી નગર વિસ્તારમાં અટકાયત કરી હતી. સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવેલા વીડિયોમાં ધાનાણી એકલા દ્વિચક્રી વાહન ચલાવતા નજરે પડી શકે છે જ્યારે તેમને પોલીસે અટકાવ્યા હતા.
ગુજરાત કોન્ગ્રેસના વોકલ પ્રવક્તા જયરાજસીંહ પરમારને પણ ઘરમાં નજરકેદ કરાયા હતા. જેથી તેઓ બહાર નીકળી આંદોલનને સમર્થનના કરી શકે.
બનાસકાંઠાના દાંતામાં, કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીને શહેરના ઇકબાલગઢ રોડને અવરોધ કરવાના પ્રયાસ કરતા પોલીસે વહેલી સવારે અટકાયત કરી હતી. નવસારીમાં વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની પણ અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં જમાલપુર ખાડિયા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોલીસે નજરકેદ કરી દીધા હતા. ગાંધીનગરમાં, કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાની પણ અટકાયત કરાવમાં આવી હતી.
સુત્રો મુજબ મહેસાણામાં સરકારના ઈસારે સવારે 5.30 કલાકની આસપાસ કોન્ગ્રેસી કાર્યકર્તાઓની ઘરેથી ધરપરડ કરાવમાં આવી હતી. જેમાં ધરપકડ કરાયેલ કોંગ્રેસ આગેવાનો (1) પી.કે.પટેલ: કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મહેસાણા,(2) ભાવેશ પટેલ: પૂર્વ પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત. (3) રણજીતસિંહ ઠાકોર: પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ.
આ મામલે કોન્ગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યુ હતુ કે “રાજ્યભરમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે કાર્યવાહી ચાલુ છે,
પોલીસે સોશિયલ મીડિયા પર આંદોલનના વીડિયો અને ફોટા પોસ્ટ કરનારા અને બળજબરીથી દુકાનો બંધ કરી રસ્તાઓ અવરોધિત કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.