આ પણ વાંચો – CM એ ધાનેરા ખાતે 241.34 કરોડના ખર્ચે પાણીના કામોનુ ખાતમુહુર્ત કર્યુ
પીવાના પાણીની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના 54 ગામો અને મહેસાણા, વિસનગર અને ઉંઝા શહેર માટે મુખ્ય નહેર આધારિત રૂ. 78.94 કરોડની ભાગ 1 રૂપીયા 80.26 કરોડની ભાગ 2 અને રૂપીયા 71.53 કરોડની ભાગ 3 યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત જીલ્લાના વડનગર અને ખેરાલુ તાલુકાના 90 ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂ. 39.42 કરોડની ધરોઈ જુથ સુધારણા યોજનાનુ ખાતમુહુર્ત કરાયુ હતુ.
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના 70 ગામો માટે 9.25 કરોડની ધરોઈ જુથ સુધારણા યોજના અને બેચરાજી શહેર માટે રૂ. 7.20 કરોડના 3 એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ કરાયુ હતુ. આમ જીલ્લાની કુલ 6 યોજનાઓનુ અંદાજે રૂ 287 કરોડના કામોનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.
આમ મહેસાણામાં રાજ્યના સી.એમ. તથા ડે.સીએમ. સરકારી વિવિધ કામોના ખાતમુહુર્ત કરવા આવેલ હોવાથી 8 ડીસેમ્બરના રોજ આપેલા ભારત બંધના એલાનની કોઈ અસર શહેરમાં જોવા નહોતી મળી. શહેરની મોટાભાગની દુકાનો અને શોપીંગ મોલ ખુલ્લા જ જોવા મળ્યા હતા.