પશુપાલકો માટે ખુશખબર : દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કર્યો વધારો…

May 28, 2025

-> દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો થતા 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો :

મહેસાણા : દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે જેમાં દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે દુધસાગર ડેરીએ દૂધના ભાવ 820 થી વધારી 830 રૂપિયા કર્યા છે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ચાર વર્ષના શાસનમાં દૂધના ભાવમાં સતત 14 મી વખત વધારો થયો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા ત્યારે દૂધના ભાવ 650 હતાં જે તબક્કા વાર વધારીને 830 રૂપિયા સોધી વધારવામાં આવ્યા છે. જે મુજબ જોવા જઈએ તો દૂધના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો.

Milk price increased by Rs 10 at Dudhsagar Dairy | દૂધસાગર ડેરીમાં દૂધના  ભાવમાં 10 રૂપિયાનો વધારો: ભાવ 820થી વધીને 830 રૂપિયા થયા, 5 લાખથી વધુ દૂધ  ઉત્પાદકોને ફાયદો ...

અશોક ચૌધરીના સમયમાં દૂધના ભાવમાં 180 રૂપિયા વધારો થવાના કારણે વાર્ષિક 800 કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘેર પહોંચ્યા છે. જોકે ગુજરાતના પશુપાલકો માટે આ સૌથી મોટી ખુશખબર છે જેમાં જૂન મહિના પહેલા જ દૂધસાગર ડેરીએ જાહેરાત જરી આશરે 5 લાખથી વધુને પશુપાલકોને તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો કર્યા છે. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી દૂધસાગર ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવ કિલો ફેટે રૂ 820થી વધારી 830 રૂપિયા કર્યા છે. જે ખરા અર્થમાં પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય જ કહી શકાય.

મહેસાણા : દૂધસાગર ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો, ઋષિકેશ પટેલ સામે આક્ષેપો  સાથે વધુ એકવાર રાજીનામાની માગ - Gujarati News | Mehsana: Re heat in  Dudhsagar Dairy politics ...

મહેસાણાની દૂધસાગર ડેરીએ આ પગલું ભરીને વધુ એક મોટી પહેલની શરૂઆત કરી છે. સતત ખેડૂતોના હિતમાં દૂધસાગર ડેરીએ મોટું એલાન કર્યું છે. જૂન મહિનાની શરૂઆત પહેલા જ દૂધસાગર ડેરીએ પશુપાલકોની ઝોલીમાં મોટી ખુશખબરી આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે ફેટના ભાવ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 830 રૂપિયાનો ભાવ મળશે. દૂધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો ફાયદો થશે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાનો 5 લાખ પશુપાલકોને તેનો સીધો લાભ મળશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0