ઈડરના રતનપુર ના નિવૃત્ત શિક્ષક સાથે ડેટિંગ એપ મારફતે મહાઠગાઈ કરાઈ:

May 30, 2025

 ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ, ૧.૧૫ લાખની લૂંટ અને કાર પડાવી લીધી

ગરવી તાકાત સાબરકાંઠા

ઈડરના રતનપુર ગામના નિવૃત્ત શિક્ષક પ્રવિણભાઈ માન્તીભાઈ પટેલ સાથે ડેટિંગ એપના બહાને ઠગાઈ કરાઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવતી સાથે ડેટિંગ એપ મારફતે થયેલ પરિચયના આધારે શિક્ષકને વિશ્વાસમાં લઈ અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તલબેલા આરોપીઓએ શિક્ષક પાસે રૂ. 1.15 લાખની રકમ તથા બ્રીઝા કાર લૂંટી લીધી હતી.

આ સમગ્ર ગુનાની પાછળ છ સભ્યોની ગેંગ સંડોવાઈ હોવાનો ખુલાસો બહાર આવ્યો છે.

 ઈડર પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે IPC-2023ની કલમ 308(5), 61(2), 351(3), 204 અને 54 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, નિવૃત્ત શિક્ષકનો ડેટિંગ એપ પર મોનિકા ઉર્ફે મનિષા પટેલ સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ આરોપી યુવતીની માતા તરીકે ઓળખાવતી વર્ષાબેન પટેલ તથા અન્ય સહ આરોપી અવનીબેન દવે અને અન્ય સહયોગીઓએ શિક્ષકને લાલચ આપી અમદાવાદ બોલાવ્યા હતા.

જ્યાં ફ્લેટમાં મળી ટોળકીના એક સભ્ય કિસ્મત રબારીએ પોતાને PI તરીકે ખોટી ઓળખ આપી શિક્ષકને ડરાવ્યા હતા. અન્ય આરોપીઓ સંજય ધાંધળ, સુનિલ શર્મા અને નિર્મલ હુડીયાએ પતાવટના બહાને રૂ. 15 લાખની માંગણી કરી હતી અને શિક્ષકના એટીએમમાંથી બળજબરીપૂર્વક ₹1,15,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. વધુ રકમની માંગણી થતાં શિક્ષકે પરિવારજનોને જાણ કરી હતી.

પરિવારજનોએ તાત્કાલિક ઈડર પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઝડપથી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ રકમ લેવા ઈડર આવેલા બે શખ્સોમાંથી એકને ઝડપી લઈને પૂછપરછ કરતાં સમગ્ર કાવતરું ખુલ્લું પડી ગયું હતું. ત્યારબાદ અન્ય પાંચ આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.

તપાસ અધિકારી PSI આર.જે. જાડેજાની આગેવાનીમાં આ સમગ્ર ગુનાની તપાસ ચલાવાઈ રહી છે. ઈડર પોલીસે સમયસરની કાર્યવાહી કરીને મોટી રકમ સાથે નિવૃત્ત શિક્ષક ને વધુ ફસાતા અટકાવ્યો હતો.

 આ બનાવ દર્શાવે છે કે લોકોને ડિજિટલ સંપર્કો પર વધારે સાવચેત રહેવાની જરૂર છે અને પોલીસ પણ ચેતવણી આપી રહી છે કે આવા સંપર્ક થી દુર રહેવાનો પ્રયત્ન કરો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0