ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના રાધનપુર રોડ પરની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા મકાન માલિક ગુરુવારે સવારે મકાનને તાળું મારી બજારમાં ગયા તે સમયે ત્રાટકેલા તસ્કરો દીકરીના લગ્ન કરવા માટે વસાવેલા રૂ.11 લાખની કિંમતનાં સોના-ચાંદીના દાગીના ચોરી ગયા ધોળેદહાડે થયેલી ચોરીમાં મહેસાણા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ચોરોની શોધખોળ હાથ ધરી મૂળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના કેસરપુર ગામના અને હાલ મહેસાણાના રાધનપુર રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા અર્જુનકુમાર ભૂરારામ મીણા તેમની માતા અને બહેન સહિતના પરિવાર સાથે વતન રાજસ્થાન ગયા.

અને તેમના પિતાજી ભૂરારામ ઘરે ગુરુવારે સવારે તેઓ મકાનને તાળું મારી બજારમાં ગયા બપોરે એક વાગે પરત આવતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને નીચે પડ્યું ઘરે ચોરી થઈ હોવાની જાણ ભૂરારામે રાજસ્થાન ગયેલા દીકરા અર્જુનકુમારને કરતાં તેઓ ઘરે દોડી આવ્યા અને તપાસ કરતાં લોખંડની બે તિજોરીનાં લોક તોડેલા અને તેમાં પોતાની બહેનના લગ્ન કરવા માટે લાવેલ સોનાનો બુટ્ટી સાથેનો હાર, પાંચી, કંઠી, 3 બુટ્ટી, 3 ચેન, મંગળસૂત્ર, અંગૂઠી.

અને સોનાની બે ચૂની તેમજ ચાંદીનું નાળિયેર અને ત્રણ જોડ શેરો સહિત રૂ.11.07 લાખની કિંમતના દાગીના ચોરાયા હોવાની ખબર પડતાં અર્જુનકુમાર મીણાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી ભૂરારામ મીણા બજારમાં ગયા તે સમયે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ત્રણ કલાકમાં ધોળેદહાડે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો આથી, ચોરી કરનાર જાણભેદુ અને આસપાસનો હોવાનું પોલીસ માની રહી અને સીસીટીવી ફૂટેજની મદદથી તમામ પાસાઓની તપાસ કરી રહી.


