મહેસાણાના કુકસ અને ઊંડણીમાં ગેરકાયદેસર માટી ખનનમાં ભૂસ્તર તંત્રની ટીમ ત્રાટકી

April 20, 2022

— મહેસાણાના કુકસમાં ખનનમાં મશીન અને ટ્રેક્ટર સીઝ કરાયું :

— વડનગરના ઊંડણીમાં 50 લાખનું મશીન સીઝ કરાયું :

ગરવી તાકાત મહેસાણા :   મહેસાણા ખાણખનીજ વિભાગે કુકસ અને ઊંડણીમાં ગેરકાયદે માટી ખનન કરતાં હીટાચી અને ટ્રેક્ટરને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા મદદનીશ ભૂસ્તર અધિકારી મિત પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટ સહિત ખાણ વિભાગની ટીમ દ્વારા બાતમીના પગલે ૨ અલગ અલગ જગ્યાએ થતાં ગેરકાયદે માટી ખનનના સ્થળે રેડ કરી હતી. જેમાં વડનગરના ઊંડણી ગામે તપાસ દરમ્યાન એક ટાટા હિટાચી એસ્કેવેટ મશીન સાદી માટી ગેરકાયદે ખનન કરતાં જપ્ત કરાયુ હતું.

આશરે રૂ. 50 લાખનું મશીન સીઝ કરીને વડનગર પોલીસ સ્ટેશને મૂકાયુ હતું. જ્યારે મહેસાણાના કુકસમાં ગેરકાયદે માટી ખનનમાં મશીન અને ટ્રેક્ટર સીઝ કરીને આગળ દંડકીય કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0