પાલનપુર તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઈ : નવીન બિલ્ડીંગ બાંધવાં ચર્ચા વિચારણા કરાઈ

August 10, 2021
Palanpur Panchayat (1)

પંચાયતના નવિન બીલ્ડીંગની દરખાસ્ત તેમજ સરપંચો દ્વારા 15માં નાણાં ઉપાડવા મુદ્દે ચર્ચા

પાલનપુર તાલુકા પંચાયતની મંગળવારના રોજ સાધારણ સભા યોજાઇ હતી.જેમાં તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ બાંધવા તેમજ ગામના સરપંચો દ્વારા પંદરમાં નાણાં પંચના નાણાં કેવી રીતે ઉપાડવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
 

પાલનપુર તાલુકા પંચાયતની મંગળવારના રોજ પંચાયતના સભા ખંડમાં સાધારણ સભા યોજવામાં આવી હતી.જેમાં પાલનપુર તાલુકા પંચાયતનું બિંલ્ડીંગ વર્ષો જુનું હોવાના કારણે જર્જરીત થઇ ગયુ છે.જેથી  તાલુકા પંચાયતનું નવિન બિલ્ડીંગ બનાવવામાં માટે સરકાર જગ્યા આપે નહી તો આ જગ્યાને પરનું જુનુ બિલ્ડીંગ તોડી અધતન સુવિધાઓ વાળુ નવુ બિંલ્ડીંગ બનાવવા માટે મંજુરી આપે તે બાબતે ઉચ્ચ કક્ષાએ પ્રપોજલ મોકલવામાં આવી છે.તેમજ પાલનપુર તાલુકાના ગામના વિકાસ માટે આવેલી 15 મી નાણાં પંચની ગ્રાન્ટના કેવી રીતે ઉપાડવા તે બાબતે પંચાયતના એસ.ઓને મળી તેની માહીતી જાણવા અંગેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સોમવાર અને ગુરુવાર તમામ અધિકારીઓ ફરજીયાત હાજર રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાકા,કારોબારી ચેરમેન સંજયભાઇ ચૌધરી સહીત કોંગ્રેસ ભાજપના સભ્યો હાજર રહ્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0