અવસર લોકશાહીનો વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ચૂંટણી સંદર્ભે નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

November 28, 2022

— કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકશ્રીઓ, ખર્ચ નિરીક્ષકશ્રીઓએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા આગામી 05 ડિસેમ્બરના રોજ થનાર મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઇ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે સરકીટ હાઉસ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીશ્રીઓ સાથે કલેકટર ઉદિત અગ્રવાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વરશ્રીઓ,ખર્ચ નિરીક્ષકશ્રીઓ,પોલીસ નિરીક્ષકશ્રી સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વ,ખર્ચ ઓબ્ઝર્વ અને પોલીસ નિરીક્ષકની નિમણુંક કરાઇ છે.

જેમાં 23-બેચરાજી,25 મહેસાણા માટે શ્રી રમેશકુમાર ગણતા(આઇ.એ.એસ) Mr Ramesh kumar Ganta (IAS) તેમજ 20 ખેરાલુ,21 ઊંઝા માટે ડો. ઉદ્ધબા ચંદ્ર માજી (આઇ.એ.એસ) Dr Uddhaba Chandra Majhi (IAS) આ ઉપરાંત 24 કડી (અ.જા) માટે સામાન્ય નિરીક્ષક શ્રી ઋગવેદ મિલિન્દ ઠાકુર (આઇ.એ.એસ) Mr Rugved Milind Thakur (IAS) અને 22 વિસનગર અને 26 વિજાપુર માટે શ્રી અશ્વીન અશોક મુદગલ (આઇ.એ.એસ)Mr Ashwin Ashok Mudgal (IAS) ની નિમણુંક કરાઇ છે.

આ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોમાં 22 વિસનગર,23 બેચરાજી, 24 કડી (અ.જા) અને 25 મહેસાણા માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી એસ.પી.જી મુદલિયાર Mr S.P.G Mudaliar તેમજ 20 ખેરાલું,21 ઊંઝા અને 26 વિજાપુર માટે ખર્ચ નિરીક્ષકશ્રી શ્રી પ્રવિણ શેખર Mr Pravin Shekharની નિમણુંક કરાઇ છે.જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે પોલીસ નીરીક્ષક તરીકે જસબીરસિંઘની નિમણુંક કરાઇ છે. આ બેઠકમાં માઇક્રો ઓબ્ઝર્વની તાલીમ અંગે ,કોલ સેન્ટર ,બેલેટ નું નિરીક્ષણ ,બી.એલ.ઓ તેમજ મતદાનના દિવસે અને એની તૈયારી ના ભાગરૂપે કરવામાં આવતી તમામ કામગીરીની સમીક્ષા કરી હતી.

જે પૈકી ચૂંટણી પહેલા બેલેટનું નિરીક્ષણ બીએલઓ ની તૈયારી ,સ્થળ પર ની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી, દિવ્યાંગ માટે વ્હીલ ચેરની વ્યવસ્થા, ઇવીએમ ,સ્ટ્રોંગ રૂમ વગેરેની માળખાકીય અને ટેકનિકલ બાબતો અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મતદારો માટેની તમામ માઈક્રો વ્યવસ્થા અંગે તેમજ આ સંદર્ભે મળતી ફરિયાદોના તાત્કાલિક નિવારણ ની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરાઈ હતી .વધારાના ઇવીએમ રાખવાની વ્યવસ્થા,મોડેલ પોલિંગ સ્ટેશન,આ તમામ વિશે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. તમામ કામગીરીની માઇક્રો નિરીક્ષણ કરવા અને કામગીરીની સમીક્ષા આ બેઠકમાં સંબંધિત નોડલ અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ઉદીત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.ઓમ પ્રકાશ ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી જે.એમ.તુવર સહિતના સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0