ગીતા રબારીના માથે આભ તૂટ્યું, ભાઈ મહેશ રબારીનું અવસાન, પરિવારમાં શોકનું મોજું

November 25, 2024

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – ગુજરાત સહિત દેશ-દુનિયાભરમાં ફેમસ થયેલા લોકગાયિકા ગીતા રબારીના પરિવારને માથે આભ તૂટી પડ્યું છે. ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું 39 વર્ષની ઉંમરે અવસાન થતાં શોકનો માહોલ છવાયો હતો. મહેશ રબારીનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. મહેશ રબારી અંજારના ટપ્પરના ગામના વતની હતા.

ગીતા રબારી, કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી સહિત અનેક કલાકારોએ મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શોકજનક સંદેશા મૂકીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ગીતા રબારી ઉપલેટાનો પ્રોગ્રામ કેન્સલ કરીને વતનમાં દોડ્યાં

મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં પ્રોગ્રામ કરી રહ્યાં હતા પરંતુ જેવા ભાઈના અવસાન સમાચાર મળ્યાં કે તરત તેઓ પોતાના વતન અંજારના ટપ્પરમાં પહોંચ્યાં હતા. તેઓ ભારે શોકગ્રસ્ત બન્યા હતા.

ગીતા રબારી હંમેશા મહેશને રાખડી બાંધતાં

ગીતા રબારી અને મહેશ વચ્ચે ભારે સ્નેહ હતો. ગીતા રબારી રક્ષાબંધન પર ખૂબ જ ધામધૂમથી મહેશ રબારીને રાખડી બાંધતાં હતા જેના ફોટા પણ તેઓ શેર કરતાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0