સાબીરખાન પઠાણ એલસીબીની ફરજ દરમિયાન પોતાના અંગત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમથી ખૂબ જ ખંતપૂર્વકની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવતાં ગાંધીનગર ના. પોલીસ નિરીક્ષક વિરેન્દ્રસિંહ
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નેતૃત્વમાં ટૂંક સમયમાં બીજી વખત મહેસાણા એલસીબી કામગીરીની ગાંધીનગર ખાતે નોંધ લેવાઇ
આ અગાઉ તાજેતરમાં સારી કામગીરી કરવા બદલ મહેસાણા પીએસઆઇ જોષીને ઇ.કોપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
Sohan Thakor- મહેસાણા તા. 07- મહેસાણા એલસીબીમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ સાબિરખાન પઠાણને મહેસાણા જિલ્લામાં પોલીસમાં સારી અને ખંતપૂર્વકની કામગીરી બદલ ગાંધીનગર ડીજીપી વિરેન્દ્રસિંહ યાદવના હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને આવી જ સારી કામગીરી કરતાં રહેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના નેતૃત્વ હેઠળ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રોજબરોજ જુગારી, પ્રોહિબીશન તેમજ નાસતાં ફરતા આરોપી સહિત અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં મહેસાણા એલસીબીની સફળ કામગીરી જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં મહેસાણા એલ.સી.બી શાખામા ફરજ બજાવતા પી.એસ.આઈ એચ.એલ.જોષીને ગાંધીનગર ખાતે ડિજીપી વિકાસ સહાયના હસ્તે સારી કામગીરી બદલ ડી.જી.પી દ્વારા ઇ કોપ એવોર્ડ એનાયત કરવામાં આવતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી યશકલગી સમાન સાબિત થઇ હતી.
ત્યારે હવે ફરી એકવાર મહેસાણા એલસીબીની કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો હોય તેમ મહેસાણા એલસીબી શાખામાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સાબીરખાન હારુનરસીન પઠાણને એલસીબીની ફરજ દરમિયાન પોતાના અંગત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માધ્યમથી ખૂબ જ ખંતપૂર્વક કામગીરીને બિરદાવી ગાંધીનગર ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા તેઓને સન્માનપત્ર પાઠવી આવી જ વિશિષ્ટ કામગીરી કરી મહેસાણા જિલ્લામાં એલસીબીં કામગીરીની શાન વધે તેવી શુભકામના પાઠવી હતી.


