કડી ના શાકમાર્કેટ બજારમાં લોકો ટોળુ વળીને જુગાર રમતા હોવાની બાતમી મળતા જુગારીયાઓને પકડવા પોહચેલી પોલીસે કોર્ડન કરી પકડવા જતા જુગારીઓ એ પોલીસ નો કોર્ડન તોડીને ભાગવામાં સફળ થતા જુગારીયા નાસી છૂટવામાં નંબર એક બનતા ચર્ચા ચકડોળે ચડી હતી.
આ પણ વાંચો – SP મહેસાણાના લોકદરબાર ઉઠ્યા સવાલ : વિપક્ષને પ્રદર્શનો કરતા અટકાવાય છે, ફરીયાદી પાસે પુરાવા માંગવામાં આવે છે !
આ અંગેની મળતી માહીતી મુજબ કડી સ્થાનીક પોલીસ ને ખાનગીમાં બાતમી મળી હતીકે શાકમાર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈને કુંડળો વાળીને જુગાર રમી રહયા છે. જેની હકીકત મેળવી ટીમ બનાવીને જુગાર રમતા લોકોને કોર્ડન કરીને પકડવા જતા જુગારીયા ઓ પોલીસનુ કોર્ડન તોડીને ભાગી જતા જેમાં પકડદાવમાં એક જુગારી પકડાઈ જતા પોલીસે તેની પાસેથી જુગારની દાવ ની રકમ 1420/- તેમજ પકડાયેલા આરોપી પાસેથી અંગજડતીમાં 1820/- કુલ મુદ્દામાલ 3240/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગારનો આરોપી પરમાર નિરંજનભાઈ સોમાભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે પોલીસ કોર્ડન તોડી જુગારીયા નાસી જવાની બાબતે ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી.