SP મહેસાણાના લોકદરબાર ઉઠ્યા સવાલ : વિપક્ષને પ્રદર્શનો કરતા અટકાવાય છે, ફરીયાદી પાસે પુરાવા માંગવામાં આવે છે !

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેરાલુ પોલીસ મથકે મહેસાણાના એસપી પાર્થીવ રાજ ગોહીલે લોકદરબારનુ આયોજન કર્યુ હતુ. જેમાં કાર્યક્રમ પહેલા ખેરાલુના પીઆઈ ગામીતે તેમનુ સ્વાગત કર્યુ ગતુ. આ લોકદરબારમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેલ ફરીયાદો પણ ઉઠવા પામી હતી. આ લોકદરબારમા અધિકારીઓ, સામાન્ય જનતા સહીત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના સરદાભાઇ ચૌધરી અને પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત તાલુકાના પ્રમુખ જશુભાઇ ચૌધરી, મહિલા અગ્રણી જશીબેન દરજી,  ગોવિંદભાઇ સરપંચ, દલસંગભાઇ ચૌધરી વગેરેએ સન્માન કર્યું હતું.

મહેસાણા એસપી દ્વારા યોજાયેલ લોકદરબારમાં અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં હિરવાણીના સરપંચ ગોવીંદભાઈએ દારૂ સંબધી રજુઆત કરી હતી. આ સીવાય આરોગ્ય સમિતીના ચેરમેન અવચળભાઈ ચૌધરીએ રીક્ષાવાળા તરફથી રજુઆત કરી જણાવ્યુ હતુ કે, તેઓ દૈનીક પેટીયુ રળીને ગુજરાન ચલાવતા હોય છે. જેથી તેમને કોઈ દંડ કરવામાં ના આવે. ઉપપ્રમુખ બાબુજી ઠાકોરે એસપીને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, એસપી કચેરી દ્વારા પોલીસ સ્ટેશનોને જે ટાર્ગેટો આપવામાં આવ્યા છે તે બંદ કરવા જોઈયે. મુકેશ દેસાઈ અને બાબુજી ઠાકોરે, પોલીસ દ્વારા જે આરટીઓના કાગળો માંગ – માંગીને દંડ કરવામાં આવે છે તે કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

Lok Darbar
Lok Darbar At Kheralu

મહેસાણા એસપી પાર્થરાજસિંહ ગોહીલના આ લોકદરબારમાં વકિલો તથા વિપક્ષના નેતા દ્વારા મહત્વપુર્ણ સવાલો ઉઠાવવવામાં આવ્યા હતા. જેમાં વિનુભાઈએ પોતાની રજુઆતમાં જણાવ્યુ હતુ  કે, વિવિધ બાબતોમાં અમે રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શનો કરવા ઉતરીયે ત્યારે અમને તેમ કરતા અટકાવી દેવામાં આવે છે. આ સીવાય વકીલ એમડી ચૌધરી અને ડી.ડી. સોનીએ પોલીસ ફરીયાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ચોરી,મારપીટ જેવા ગુનાઓમાં આસાનીથી એફઆઈઆર દાખલ નથી કરવામાં આવતી, ફરિયાદીની ફરિયાદ આધારે અનેક કીસ્સામાં FIR દાખલ કરવામાં પોલીસ ડીપાર્ટમેન્ટ આનાકાની કરતુ હોય છે. જેને લઈ બન્નેએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોલીસ આસાનીથી ફરિયાદ લેતી નથી ઉપરાંત અનેક કીસ્સામાં ફરીયાદી પાસે પુરાવાઓ માંગવામાં આવે છે. 

આ પણ વાંચો – બેચરાજી : વેપારીના કાનપટ્ટી ઉપર રિવોલ્વર રાખી દુકાનમાંથી 75,750 ની લુંટ

તો બીજી તરફ વઘવાડીના સરપંચ અભેરાજ ચૌધરીએ ગામડાઓમાં જી.આર.ડી. જવાન અથવા હોમગાર્ડ ફાળવવાની માંગ કરી હતી.  તો આ તરફ ભાજપના સરદાભાઈ ચૌધરીએ પોલીસને સહયોગ આપવાની વાત કરી હતી. આ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એસપી. પાર્થરાજસિંહ ગોહીલે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાશન આપ્યુ હતુ. 

પરંતુ હવે જોવાનુ રહેશે કે, આ લોક દરબારમાં વિપક્ષ સહીતના લોકોની રજુઆતો સાંભળ્યા બાદ પણ પોલીસ ડીપાર્ટમેન્ટ તેમના વલણમાં બદલાવ લાવશે કે કેમ? કે પછી 8 ડીસેમ્બરની માફક સરકારના ઈશારે કોંગ્રેસના નેતાઓ આંદોલનનો હિસ્સો બને તે પહેલા જ સવારના સમયે તેમને ઘરેથી ધરપકડ કરી દેવામાં આવશે ? અથવા ચોરીના ગુનાઓમાં ફરિયાદ લેવામાં મોડુ કરવાનો સીલશીલો પણ યથાવત રહેશે ?

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.